Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

હાઇવે પર વાહનોમાંથી વસ્તુઓ ચોરનાર ગેડીયા ગેંગના સાગરીતને ઝડપતી સુરેન્દ્રનગર પોલીસ

બાતમીના આધારે ઈંગસેડ ગામે રેઇડ પાડી બંધ મકાનમાંથી લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

કબ્જે કરેલ મુદ્દામાલમાં ઈનોવા ગાડી, મોટર સાયકલ, મહેન્દ્ર કંપનીની કાર, કપડા, ટીશર્ટ, ઓછાડના સેટ, એર કુલર, એલ.ઈ.ડી બલ્બ સહિતનો મુદ્દામાલનો સમાવેશ થાય છે.

વઢવાણ તા.૧૯: ધ્રાંગધા-માલવણ હાઇવે તથા લીંબડી હાઇવે પર રાત્રીના સમયે ચાલુ વાહનોમાં કીંમતી ચીજવસ્તુઓની ચોરી કરનાર ગેડીયા ગેંગના એક સાગરીતને ચોરીમાં ઉપયોગ કરેલ વાહનો- મહિન્દ્રા xuv કિ.ર.૩,૦૦,૦૦૦,cbz/- ઇનોવા કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ૮૦૨ મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/- પ્લેટીના મો.સા. કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ચોરાઉ ચીજવસ્તુ કિ.રૂ.૯૯,૦૪૧/- સહીત કૂલ રૂ.૯,૨૯,૦૪૧/- ના મુદામાલ સાથે ઝડપી લેવામાં સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે.

પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયા  નાઓએ જીલ્લામાં બનતા મીલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા  ધ્રાંગધ્રા વિરમગામ તથા અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર ચાલુ વાહનોના રસ્સા તાડપત્રીઓ કાપી કીમતી ચીજવસ્તુઓની ચોરી થતી હોય હોય જે અંગે ગેડીયા ગૅગ સંડોવાયેલ હોય ચોર મુદામાલ શોધી કાઢવા તેમજ ગેડીયા ગૅગના તમામ સાગરીતો ઝડપી, ગેડીયા ગેંગને નેસ્તનાબુદ કરવા માટે ખાસ એકશન પ્લાન બનાવી ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી ડી.એમ.ઢોલને સુચના કરેલ. જે સુચના મુજબ પો.ઇન્સ.શ્રી ડી.એમ.ઢોલે  માલવણ ગેડીયા ઇંગરોડી સેડલા  પેટ્રોલીંગ ફરી, અંગત બાતમીદારોને સક્રીય કરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે, ગેડીયા ગૅગના વસીમ બીસ્મીલાખાન જતમલેક તથા હજરત અનવરખાન જતમલેક તથા હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક તથા શરીફ અલારખા ડફેર તથા રસુલ નથુ ડફેર તથા અલી નથુ ડફેર તથા જશો કાળુ સોયા રહે.તમામ ગેડીયા તથા મહમદ માલાજી જતમલેક તથા સીરાજ રહીમખાન જતમલેક તથા હરપાલસિંહ ઉર્ફે કાળુભા બટુકસિંહ ઝાલા એમ તમામે સાથે મળી હાઇવે ઉપર રાત્રીના સમયે ચાલુ વાહનોના રસ્સા-તાડપત્રી કાપી ઘરવપરાશ તથા અન્ય કીંમતી ચીજવસ્તુઓની ચોરી કરી મેળવેલ તે મુદામાલ લખતર તાલુકાના ઇંગરોડી ગામે અયુબ ઉર્ફે ઇબો રહેમતખાન જતમલેક તથા મહમદ માલાજી જતમલેકના રહેણાંક મકાનમાં તથા ચોરીમાં ઉપયોગ કરેલ વાહનો પૈકી સફેદ એકસ-યુ.વી ગાડી ઇબાના વાડામાં સંતાડીને રાખેલ છે તેમજ રાખોડી કલરની ઇનોવા ગાડી હરપાલસિંહ ઉર્ફે કાળુભા બટુકસિંહ ઝાલાના વાડામાં સંતાડીને રાખેલ છે. તેવી ચોકકસ હકીકત મેળવી પુરતી તૈયારી સાથે ઇંગરોડી ગામે  રેડ કરી હતી.

ઇંગરોડી ઞામે ગેડીયા ગેંગના સાગરીત-મહમદભાઇ માલાજી જતમલેકના રહેણાંક મકાને ઝડતી તપાસ કરતા નીચેની વીગતેનો મુદામાલ કોઇપણ બીલ કે આધાર પુરાવા વગરનો મળી આવેલ છે જે કબ્જે કરેલ છે.

ગેડીયા ગેંગના સાગરીત-અયુબ ઉર્ફે ઇબો રહેમતખાન જતમલેકના રહેણાંક મકાનેથી  મુદામાલ કોઇપણ બીલ કે આધારા પુરાવા વગરનો મળી આવેલ છે.

જેમ ઓલવેયઝ કલીયર ડીટરઝન્ટ પાઉડરના પ્લા.ના બાચકા નંગ-ર તથા છુટી થેલીઓ નંગ-૧૦ મળી કુલ-૬૦ કિં.રૂ.૧૭૫૦/ (ર) રામદેવ ચીલી પાઉડરના પ૦૦ ગ્રામના પેકીંગ નંગ-૭ કિં.રૂ.૧૧૦૬ (૩) ગ્રેટ વાઇટ એલ.ઇ.ડી. ૧૮ વોટના બલ્બ નંગ કિ.રૂ.૬૫૦/ (૪) જીન્સના પેન્ટ નવા કુલ નંગ-૮ કિ.રૂ.૨૪૦૦/ (પ) પંચ સ્ટાયલ લખેલ અલગ અલગ કલરના ટીશર્ટ નંગ-૩ કિ.રૂ.૩૦૦/ (૬) બોમ્બે રાયોન ફેશન લી.નું સફેદ કાપડ કિ.રૂ.૫૦૦/ (૭) મલ્ટી કલરની લેડીઝની લેગીસ નંગ-ર કિં.રૂ૨૦૦ (૮) લાઇનીંગ વાળા લેડીઝ ટીશર્ટ નંગ-૧ કિ.રૂ.૧૫૦/ (૯) અલગ અલગ કલરના જેન્સ ટીશર્ટ નંગ-૯ કિ.રૂ.૪૫૦/ (૧૦) અજાનીયા કંપનીનો ક્રીમ પીળા કલરનો જેન્સ કુર્તા સેટ નંગ-૧ કિ.રૂ.૨૪૯૦/ (૧૧) અજાનીયા કંપનીનો પીળા કલરનો અંદર ડીઝાઇન વાળો જેન્ટસ કુર્તા સેટ નંગ-૧ કિંરૂ.૪૭૭૫/ (૧ર) અજાનીયા કંપનીનો ગુલાબી કલરનો ડીઝાઇનવાળો જેન્ટસ કુર્તા સેટ નંગ-૧ કિઁ.રૂ.૪૨૫૦/ (૧૩) ટ્રીડેન્ટ હોમ ડેકોર ડીઝાઇન લખેલ ઓશીકાના કવર સાથેનો ઓછાડનો સેટ નંગ-૧ કિં.રૂ.૨૦૦૦/ (૧પ) એક સફેદ-ગ્રે કલરનું એરકુલર કિં.રૂ.૧૦૦૦/ (૧૬) હનીફખાન ઉર્ફે કાળો મુનો અમીરખાન જતમલેક રહે. ગેડીયાવાળાની માલીકીની સફેદ કલરની મહિન્દ્રા કંપનીના એકસ-યુ-વી ૫૦૦ મોડલની ગાડી નં. પ્લેટ વગરની  કિં.રૂ.૩,૦૦,૦૦૦/ તથા તેમાંથી મળી આવેલ (૧૭) ફીલ્ડમેન એન્જીનીયર્સ પ્રા.લી.વિલેજ સડક પાટીયા તા.ગોંડલ જી.રાજકોટની બનાવટના ડોકટર સેન્ટ્રીકયુગલ મોનોબ્લોક પંપ ૨ હોર્સ પાવરના પુંઠાના પેકીંગ નંગ-૩ કિં.રૂ.૩૦,૦૦૦/ ગણી (૧૮) ડોકટર પાવર પેક પંપસેટ ઓઇલ ૩.૫ લીટરના ડબલા નંગ-૬ કિૅ.રૂ.૩,૭૮૦/ ગણી છે.

ગેડીયા ગેંગના સાગરીત હરપાલસિંહ ઉર્ફે કાળુભા સ/ઓ બળવંતસિંહ ઉર્ફે બટુકસિંહ ઝાલા જાતે દરબાર ઉ.વ.૨૮ ધંધો ખેતી રહે. ઈંગરોડી, શકિતમાંના મંદિર પાસે, તા.પાટડી જી.સુરેન્દ્રનગરવાળાના વાડામાંથી મળી આવેલ મુદામાલમાં (૧) વસીમખાન બીસ્મીલ્લાખાન જતમલેક રહે. ગેડીયા વાળાની માલીકીની રાખોડી ગ્રે કલરની ટોયોગો કંપનીની ઇનોવા ગાડી નં.જીજે.૦૭ બીએન-૫૫૫૩ કિં.રૂ.૫,૦૦,૦૦૦/ તેમજ ઇનોવા ગાડીમાંથી મળી આવેલ (ર) એક ફાયબરના હાથાવાળું તીક્ષ્ણ ધારવાળુ ટાપરીયા કંપનીનું કટર કિં.રૂ.૫૦૦/ (૩) સફેદ કલરની એકેલીકની રજી નં.જીજે-ર૭-એએચ-૩૫૭૨ લખેલ નંબર પ્લેટ નંગ-ર કિં.રૂ.૦૦/ (૪) એક વાદળી કલરનો પ્લા.નો કેરબો  આશરે ૩૦ લીટર ડીજલ ભરેલ છે તે કિં.રૂ૨,૧પ૦/ (પ) એક મહેન્દ્રા કલરનો પ્લા.નો કેરબો આશરે ૩૦ લીટર ડીજલ ભરેલ છે. તે કિૅ.રૂ.૨,૧૫૦/ (૬) પીળા કલરનું તથા એક ગોલ્ડન કલરના ઓઇલના કેન નંગ-ર ઓઇલ લીટર-૧૦ કિં.રૂ.૧,પ૨૦/ (૭) એક બજાજ કંપનીનું પ્લેટીના મો.સા.રજી નં.જીજે.-૧૩ એફએફ-૫૩૫૫ કિં.રૂ.૧૦,૦૦૦/ ગણી કબ્જે કરેલ છે.

ગેડીયા ગેંગના સાગરીત -હરપાલસિંહ ઉર્ફે કાળુભા સ/ઓ બળવંતસિંહ ઉર્ફે બટુકસિંહ ઝાલા જાતે.દરબાર ઉ.વ.૨૮ ધંધો ખેતી રહે, ઇંગરોડી, શકિતમાંના મંદિર પાસે, તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાની પૂછપરછમાં કરતા નીચેની વિગતે ગુન્હા કરેલાની કબૂલાત આપેલ છે. એક ગુન્હાની કબુલાતમાં આપેલ છે.

આમ મજકુર આરોપીએ પોતાના સાગરિતો સાથે મળી અનેક જગ્યાએ કરેલાની કબુલાત આપતા મજકુરને લખતર પોલીશ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.એમ.ઢોલ તથા પો.સ.ઇ વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ વાજસુરભા લાભુભા તથા પો.હેડ.કોન્સ. હીતેષભાઇ જેસીંગભાઇ તથા જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા અમરકુમાર કનુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા ચમનભાઇ જશરાજભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્વારા હાઇવે ચોરીમા કુખ્યાત ગેડીયા ગેંગના સાગરીતને પકડી પાડવામાં આવેલ છે.

(1:01 pm IST)