Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ચોટીલા વિજ કચેરીના વિભાજનની માંગ

શહેર અને ૮૬ ગામો વચ્ચે અપુરતો સ્ટાફ અને એક જ કચેરીને કારણે મુશ્કેલી

ચોટીલા તા.૧૯:શહેર કોંગ્રેસ દ્વારા રાજયના મુખ્યમંત્રીને લેખીત પત્ર લખી રજુઆત કરેલ છે કે યાત્રાધામ ચોટીલા તાલુકામાં ૮૬ જેટલા ગામો મળીને અંદાજે બે લાખ લોકોનો વસવાટ છે. ગામડાઓ ખેતી આધારીત જીવન ધરાવે છે જેનો ભૌગોલિક મોટો વિસ્તાર પથરાયેલી છે. ત્યારે શહેરનો પણ છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાપ વધેલ છે. મોટી વિભાજીત માનવ વસ્તી વચ્ચે વિજ વિતરણ અને સમારકામ માટે અપુરતા સ્ટાફ સાથે એક જ વિજ કચેરી છે.

એક જ કચેરી હોવા થી લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાઇટ ફોલ્ટ થયા પછી રીપેરીંગમાં ખુબ સમય જતો રહે છે. પરિણામે ખેડૂતોને આઠ કંલાક પણ વિજ પાવર મળતો નથી. જેની સીધી અસર ખેતી પાક અને ઉત્પાદન ઉપર પડે છે.

એક જ કચેરીને કારણે મેન્ટેનન્સ કામોમાં વિલંબ થતા કર્મચારી અને ખેડૂતો તેમજ ગ્રાહકો વચ્ચે દ્યર્ષણ થવાનાં પ્રશ્ર્નો થાય છે.

આવા અનેક વિજ કચેરીને લગતા પ્રશ્ર્નોનાં કાયમી નિકાલ માટે ચોટીલાની વિજ કચેરીનું વિભાજન કરી બે કચેરીઓ અને પુરતા સ્ટાફની નિમણૂંક ની માંગ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા વિજ કચેરીનાં બાયોફર્ગેશનની જરૂરીયાત હોવાની સ્થાનિક કચેરી દ્વારા ડીપાર્ટમેન્ટલ રજુઆત દ્યણા સમય પહેલા કરાયેલ છે રાજય સરકારમાં દરખાસ્ત મંજુર પણ કરાયેલ છે પરંતુ નાણા વિભાગમાં આ પ્રશ્ર્ન ટલ્લે ચડેલ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે.(૨૨.૧૮)

(12:59 pm IST)