Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અમરેલી જીલ્લામાં સોનુ ડાંગર વિરૂદ્ધ ફરિયાદ બાદ તેની શાન ઠેકાણે લાવવા લોકોની માંગ

રાજુલા, તા. ૧૯ :. ગઈકાલે તા. ૧૭ના રોજ રાજકોટની કહેવાતી મહિલા ડોન સોનુ ડાંગરે સોશ્યલ મિડીયામાં પોતાના નામે વિડીયો વાયરલ કરીને અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાય અને સાવરકુંડલા રૂરલ પો. સ્ટે.ના મહિલા પી.એસ.આઈ. એ.પી. ડોડીયા વિરૂદ્ધ અભદ્ર ભાષા અને ધમકી ભર્યા સૂરમાં એક મહિલાબાજે તેવી ભાષાનો પ્રયોગ કરતા અને આ વિડીયો વાયરલ થતા અમરેલી જિલ્લાના તાલુકાના ૬૧૬ જેટલા ગામડાઓ અને શહેરી વિસ્તારમાં વસતા ૧૬ લાખથી વધુ માનવ વસ્તીમાં આઘાત સાથે રોષની લાગણી ફેલાય હતી.

એકાદ વર્ષ પહેલા સમયગાળામાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર કયાંય કોઈ પણ લુખ્ખો ગમે તેવી લુખ્ખાગીરી કરતો હોય પોલીસની નિષ્ક્રીયતાના કારણે કોઈ ફરિયાદ કરવાની હિંમત કરતુ નહિ, લુખ્ખાઓ બેફામ બન્યા હતા. જિલ્લાભરની આમજનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી.

આ જિલ્લામાં રાજુલા-જાફરાબાદને બાદ કરતા બાકીના ૯ તાલુકાઓ એગ્રીકલ્ચર અને હિરા ઉદ્યોગ ઉપર નિર્ભર છે તે વખતે અમરેલી જિલ્લા પોલીસનું નાક તો સમગ્ર રાજ્યમાં એટલા માટે કપાયુ કે બિટકોઈન કૌભાંડમાં અમરેલીના એસ.પી. અને એલ.સી.બી.ના ઈન્સ.ની ધરપકડ થઈ અને જેલ હવાલે થયા. આ બનાવ પછી રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી, સરકારમાં પણ આ જિલ્લાના કથળેલા કાયદો-વ્યવસ્થાના પ્રશ્ને ધારદાર રજૂઆતો થઈ હતી, પછી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમરેલીના એસ.પી. તરીકે એવા એસ.પી. પસંદ કર્યા કે તે કોઈની શેહશરમમાં આવે નહિ અને ગમે તેવો લુખ્ખો હોય તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં પાછીપાની કરે નહિ તેવા એસ.પી. નિર્લિપ્ત રાય અહીં હાજર થતાની સાથે જ સમગ્ર અમરેલી જિલ્લામાં કાયદાના રાજનું સાચા અર્થમાં પ્રસ્થાપન થયુ છે.

રૂરલ પો. સ્ટે.ના મહિલા પો. સબ ઈન્સ. એ.પી. ડોડીયા પણ ઓનેસ્ટ અને કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. તેમણે તેમની સર્વિસના પાંચ-છ વર્ષમાં તે જ્યાં જ્યાં મુકાયા ત્યાં ત્યાં એણે એન્ટીસોશ્યલ એલાર્ટમેન્ટને વેરવિખેર કરી નાખ્યુ છે. અમરેલી જિલ્લાભરની કાયદાપ્રિય આમ જનતા પોલીસ સાથે છે. લેડી ડોન વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ ગઈ છે. હવે બાકી છે તેની ધરપકડ કરી તેની શાન ઠેકાણે લાવવાની આ જિલ્લામાં સૌ કોઈનુ માનવુ છે કે એસ.પી. અને મહિલા પી.એસ.આઈ. કોઈ કસર નહિ છોડે.

(12:58 pm IST)