Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કેશોદમાં અલ્પસંખ્ય અધિકાર મંચની આગેવાનીમાં આવેદનપત્ર

કેશોદૅંહાલમાં દેશમાં જે પ્રકારે નાગરિકતા સંશોધન કાયદો લાવવામાં આવ્યો છે તે આપણાં દેશના બંધારણીય મુલ્યોની વિપરીત ધર્મના આધારે વિભાજનકારી રીતે બનાવવામાં આવેલ છે જે દેશની અખંડિતતા અને ભાઈચારાને નુકસાન પહોંચાડેછે જેથી આ કાળા કાયદાને તત્કાલ અસરથી નાબુદ કરવાની માંગ સાથે કેશોદના શહેર તાલુકાભરના સમગ્ર મુસ્લિમ સમાજ તથા એસસી એસટી ઓબીસી સમાજ દ્વારા  ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે  ભારત દેશના સંવિધાનના મુલ્યોની વિપરીત કેન્દ્ર સરકાર દ્વારા પારિત કરવામા આવેલ નાગરિકતા સંશોધન કાયદાને તાત્કાલિક અસરથી નાબુદ કરવામા આવે, જો સમગ્ર દેશમાં આની પ્રક્રિયા પણ આ કાળા કાયદાની સાથે લાગુ કરવામા આવશે તો દેશ અને રાજ્ય સરકાર ઉપર ખુબ મોટા ખર્ચ થશે તેમજ ગુજરાતની પ્રજા સહીત સમગ્ર દેશના લોકોએ નોટબંધીની જેમ ફરીથી લાઈનમાં ઉભા રહીને પોતાની નાગરીકતા સાબિત કરવાની ફરજ પડશે જેથી આ તમામ પ્રક્રિયાને દુર કરવામા આવે.

બંધારણીય મુલ્યોનું હનન થશે તેમજ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ગણાતા દેશમાંથી લોકતંત્રના મુલ્યો ખતમ થઈ જશે જેથી પણ આ કાયદાને તાત્કાલિક દુર કરવાની જરૂરછે, દેશમાં યુવાનો માટે રોજગારી શિક્ષણ આરોગ્ય ખેડુતો માટે કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરાવવુ જોઈએ જેથી દેશનો આર્થિક વિકાસ થઈ શકે અને હાલમાં ચાલી રહેલી ભયંકર મંદીને દુર કરી શકાય જેવી માંગણીઓ સાથે કેશોદ શહેર તાલુકાભરના સમસ્ત મુસ્લિમ સમાજ તથા એસસી એસટી ઓબીસી સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી

આવેદનપત્ર આપવા સમયે કેશોદ શહેર તાલુકાભરના સમગ્ર મુસ્લિમ સમાજ તથા એસસી એસટી ઓબીસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

જેમાં અલ્પસંખ્યક અધિકાર મંચ જુનાગઢ પ્રમુખ ઈરફાન શાહ સોહરાવદી  ઈસાભાઈ ઠેબા(પ્રમુખ મુસ્લિમ સમાજ કેશોદ) ,અલીભાઈ સોઢા,હનીફભાઈ સોઢા,મુસાભાઈ મહીડા, અમીનભાઈ મહીડા (સદસ્ય કેશોદ ન. પા.),હનીફભાઈ મહીડા ,સતારભાઈ કારવા , કાસમભાઈ શેખ,કાસમભાઈ જુણેજા, નજીરભાઈ બેલીમ સહિતના અગ્રણીઓ કેશોદ શહેર તથા તાલુકાભરના સમસ્ત મુસ્લીમ સમાજ  સાથે એસસી એસટી ઓબીસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:57 pm IST)