Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જુનાગઢના ધંધુસર લોકડાયરામાં દેવાયત ખવડના ડાયરામાં કડકડતી ઠંડીમાં લોકો ઉમટયા

જુનાગઢઃ વંથલી તાલુકાના ધંધુસર ગામે તિલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દશાબ્દિ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનાાયણ મંદિર તથા સમસ્ત ધંધુસર ગામ દ્વારા ધર્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં ગત રાત્રે ભવ્ય લોકડાયરો યોજાયા હતો તેમાં યુવા પેઢીના હૃદય સમ્રાટ રાણો રાણાની રીતે વારંવાર દોહરાવતા એવા લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડએ ડાયરામાં ભારેજમાવટ કરી હતી અને કડકડતી ઠંડી વચ્ચે  મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમી ઉમટી પડયા હતા ઉપરોકત તસ્વીર માં લોક સાહિત્ય રજુ કરતા શ્રી દેવાયત ખવડ અને ઉપસ્થિત શ્રોતાગણ નજરે પડે છે શૌર્ય અને રાષ્ટ્રહિત તેમજ રાષ્ટ્રપ્રેમ અને મહાપુરૂષોને યાદ કરી તેના જીવનમાંથી બૌધ્ધ લેવા અનુરોધ કર્યો હતો (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:57 pm IST)