Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જામનગર વોર્ડ-૮/૧પમાં ગોકુલનગર વિસ્તારમાં સાંસદ દ્વારા વિકાસ કામો

જામનગર, તા. ૧૯ : જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સતવારા સમાજની વાડી ખાતે વોર્ડ નં.૮ અને ૧પના સંયુકત ઉપક્રમે રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)નો લોકસંવાદ અને સ્નેહમિલનનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં વોર્ડ નં. ૮ અને વોર્ડ નં.૧પના રહેવાસીઓને નવા વર્ષની શુભકામના રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ પાઠવતા જણાવ્યું હતું કે, ગોકુલનગર વિસ્તાર વિકાસથી વંચિત ન રહી જાય તેની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સંગઠન પાંખ અને ચૂંટાયેલી પાંખ સતત કરી રહી છે જેને લઇને આ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ દરમ્યાન ખૂબ જ વિકાસના કામો થઇ રહ્યા છે. આ વિસ્તારમાં વધુ વિકાસના કામો થાય અને જામનગર શહેરના વિકાસની સાથે સાથે ગોકુલનગર વિસ્તારનો વિકાસ થાય તે માટે હું વધુમાં વધુ ગ્રાન્ટ ફાળવતો આવ્યો છું.

જામનગર શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ડે. મેયર ગોપાલભાઇ સોરઠીયાએ હાલમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે રાજયમંત્રી દ્વારા સૌનો સાથ સૌને વિકાસ સૂત્રને વેગ આપવા લોકસંવાદના કાર્યક્રમ લોકોના વિકાસ માટે આશિર્વાદરૂપ બને છે.

જામનગર શહેર ભાજપના મહામંત્રી ડો. વિમલભાઇ કગથરાએ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના સ્નેહમિલન કાર્યક્રમ દ્વારા લોકો સાથે નાના-મોટા પ્રશ્નોની ચર્ચા કરી વિકાસ ચાલતી પ્રક્રિયાના વેગ આપવા બદલ રાજય કક્ષા ધર્મેન્દ્રસિંહ જાડેજાના કાર્યને બિરદાવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાના શાસક જૂનના નેતા અને વોર્ડ નં.૮ના કોર્પોરેટર દિવ્યેશભાઇ અકબારીએ આ વોર્ડમાં કરવામાં આવેલા વિકાસના કામો યાદી આપી અને આવનારા સમયમાં આ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કરવા અંગેનો આશાવાદ વ્યકત કર્યો હતો અને આ વિકાસના કામો માટે રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા વધુમાં વધુ ગ્રાન્ટો ફાળવતા હોય જેથી તેઓનો પણ આભાર માન્યો હતો.

ગોકુલનગર સતવારા સમાજના પ્રમુખ નટુભાઇ કણજારીયા અને તેની ટીમ દ્વારા રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં વોર્ડ નં.ના કોર્પોરેટરો ફુલ્લાબેન સંજયભાઇ જાની, મેઘનાબેન હરીયા, યોગેશભાઇ કણજારીયા અને વોર્ડ નં. ૮ ભાજપના પ્રમુખ દિલેશભાઇ જાની અને મહામંત્રી હિરેનભાઇ તકવાણી, જયેન્દ્રભાઇ મુંગરા તેમજ આ વિસ્તારના સતવારા સમાજના આગેવાન નટુભાઇ કણજારીયા, દયાળજીભાઇ ધારવીયા, રમીલાબેન કણજારીયા, બાબુભાઇ, રામબાપા, અશ્વિનભાઇ તાળા, કરશનભાઇ કેર, રાઘવભાઇ પટેલ, શાન્તીભાઇ જોષી, બાબુભાઇ બારોટ, ગોકળભાઇ સોનગરા, રમેશભાઇ પરમાર, જીવાભાઇ મેર, ગીતાબેન ગઢવી, વેલજીભાઇ નકુમ, જયેશભાઇ ઢોલરીયા, શંકરભાઇ ખીમસુર્યા, ભરતભાઇ પરમાર, જનકભાઇ ગઢવી, જીતુભા જાડેજા, ગુલાબસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, પ્રવિતભાઇ, સોહમભાઇ કણજારીયા, પુર્ણાબા જાડેજા, સંગીતાબેન ભંડેરી, શાન્તાબેન કણજારીયા, ખુમાનસિંહ જાડેજા, રસીકભાઇ, જેન્તીભાઇ, મોહનભાઇ ડાભી, અનેક મહાનુભાવો સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મંત્રીશ્રીના પી.એ. પ્રવિણસિંહ કે. જાડેજાએ કરેલ અને આભારવિધી કોર્પોરેટર યોગેશભાઇ કણજારીયાએ કરેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુનિલભાઇ આશર, પ્રધ્યુમનસિંહ જાડેજા (પિન્ટુભાઇ), અક્ષય દવે, વિનય જાની, દિનેશ રાઠોડએ જહેમત ઉઠાવી હતી.

(12:57 pm IST)