Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જામનગરના વિભાપરમાં વાડોલીયા પરિવાર આયોજીત ભાગવત કથામાં કાલે શ્રીનાથજીબાવાનો મનોરથ

ફલ્લા તા.૧૯ : વિભાપર ગામે વાડોલીયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. કથાકાર શ્રી રામેશ્વરબાપુ હરીયાણી પોતાની આગવી શૈલીમાં કથા રજુ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહયા છે. દરરોજ બંને ટાઇમ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાઇ રહયો છે.  દરરોજ રાત્રે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર રીતે રજુ થાય છે.

કથામાં આવતા પ્રસંગોનું એકદમ વ્યવસ્થીત ઉજવણી કરવામાં આવે છે. વરીયા પ્રજાપતિ સમાજના આગેવાનો ભરવાડ તથા રબારી સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા. અન્ય સમાજનાં ભાઇઓ-બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કથાકારશ્રી રામેશ્વરબાપુ હરીયાણીએ બેટી બચાવો, બેટી પઢાવો, વ્યસન મુકિત વિશે શ્રોતાઓને  બોધ આપ્યો હતો. તા.ર૦-૧ર-૧૯ના રોજ શ્રીનાથજી બાવાનો મનોરથ યોજાશે. રાત્રે કેશોદ- જુનાગઢના કલાકારોનો કાન ગોપીનો કાર્યક્રમ રાખેલ છે. દરેક ભકતજનોએ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકશ્રી ગોરધનભાઇ વાડોલીયા તથા હિતેશ વાડોલીયાએ અનુરોધ કરેલ છે. (તસ્વીર મુકેશ વરીયા - ફલ્લા)

(12:56 pm IST)