Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સલાયા પાસે પૈસાની લેતી દેતી પ્રશ્ને મારામારીઃ ૧૦ શખ્સો સામે ફરિયાદ

સીકયુરીટી એજન્સીમાં નોકરી કરતા પૈસા બાબતે ડખ્ખો થયાનું તારણ

ખંભાળિયા તા.૧૯ : સલાયા નજીક પરોડીયા ગામના જુના સ્મશાન પાસે ફરીયાદી મનસુખભાઇ સવજીભાઇ વાઘેલા રહે. જામનગરવાળા પર ૧૦ શખ્સો જીવલેણ હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ આ કામના આરોપીઓ (૧) માલદે ખીમાણંદ  (ર) રાજેશ સીદીભાઇ (૩) દેવાણંદભાઇ કરશનભાઇ (૪) સાજણમારાભાઇ (પ) નારણ લખમણભાઇ (૬) વિરમ નાગશીભાઇ (૭) ધમા જીવાભાઇ (૮) લખધીર જેઠાભાઇ (૯) નગા રામભાઇ તથા (૧૦) માણસુર પરબતભાઇ વગેરેએ મંડળી રચી આ કામના ફરીયાદીને માર મારી ગંભીર ઇજા કરી તથા સીકયુરીટીની ગાડીના કાચ તોડી ગુનો કરવા પોલીસે આરોપીએ વિરૂધ્ધ આઇપીસી ૩ર૩, ૩ર૪, ૩રપ, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમીક તપાસમાં આરોપીઓ ફરીયાદીની કંપનીમાં નોકરી કરવા પગાર બાબતે માથાકુટ થયાનું બહાર આવેલ છે.

(12:56 pm IST)