Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

દેવભૂમિ દ્વારકામાંથી પ્રોહી.ગુનાનો ફરારી આરોપી ઝડપાયો

ખંભાળિયા તા.૧૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાશ્રી મોહન આનંદની સુચના અને એલ.સી.બી.ના પોલીસ શ્રી એમ.ડી.ચંદ્રાવાડીયાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સબંધે હાથ ધરવામાં આવેલ જે અનુસંધાને એલ.સી.બી.ના પો.સ.ઇ શ્રી વી.એમ.ઝાલાની સુચના મુજબ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ હેડ કોન્સ. મસરીભાઇ આહીર ત્થા નાફ સ્કોડના બી.એમ.કેશરીયાને બાતમી રાહે હકીકત મળેલ કે, કલ્યાણપુર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર નં.૯૯/૧૯ મુજબના ગુનામાંં નાસતા ફરતા આરોપી લાખાભાઇ સામતભાઇ કોડીયાતર જાતે રબારી (ઉ.ર૭) રહે. રાણપર ગામ તા. ભાણવડ વાળાની તપાસ કરતા મળી આવતા હેડ કોન્સ. મસરીભાઇ આહીરએ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી.ના પીઆઇ એમ.ડી.ચંદ્રાવાડીયા તથા પો.સ.ઇ.શ્રી વી.એમ.ઝાલાનાની સુચના મુજબ સ્ટાફના હડ કોન્સ. મસરીભાઇ આહીર તથા ના.ફ.સ્કોડના હેડ કોન્સ બી.એમ.કેશરીયા તથા સહદેવસિંહ જાડેજાનાઓ દ્વારા કરવામાં આવેલ.

(12:55 pm IST)