Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભયનુ વાતાવરણ સર્જાયા બાદ ખંભાળીયાના ગામડાઓમાંથી ૩'દિથી દિપડો ગુમ

ખંભાળીયા તા. ૧૯: ભાતેલ વડચા તથા મોટા ભાગ માંઢા તથા વાડીનાર પંથકમાં  એક થી વધુ દિપડાની સંભાવના તથા તેના પગલા અને સી.સી.ટી.વી.માં તેના ફુટેજ આવતા આ સમગ્ર વિસ્તારના લોકોમાં ભયનુ વાતાવરણ  છવાયુ હતુ તથા જંગલખાતાએ ચાર ચાર જગ્યાએ પાંજરા ગોઠવીને પકડવા જહેમત શરૂ કરેલી તથા ટીમો દ્વારા રાત્રી પેટ્રોલીંગ પણ શરૂ કરેલુ.

છેલ્લો દિપડો એસ્સાર કંપનીના રસ્તાઓ પર તથા દીવાલો પર ફરતો દેખાતા  કંપનીના  ચોકીદારો તથા કર્મચારીઓ પણ ભયભીત થઇ ગયા હતા. પણ છેલ્લા ત્રણ દિવસથી દીપડાના કોઇ સગડ ના મળતા તથા કયાય તંતી હાજરી સી.સી.ટી.વી.માં પણ ના દેખાતા તંત્ર તથા લોકો અંસમજણમાં મુકાયા છે કે ચાલ્યો ગયો!!

શિયાળુ પાકના દિવસો હોય દીપડાના આગમન તથા સોશ્યલ મીડીયામાં તેના વીડીયો ફરતા થતા ખેડુતો સાંજે ખેતરમાં પણ જતા ન હતા પણ ત્રણ દિવસથી દેખા ના દેતા કઇ પાછો ભાણવડ બરડા ડુંગર તરફ ચાલ્યો ગયાનુ અનુમાન થઇ રહ્યુ છે.

(12:54 pm IST)