Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

રઘુવંશી યુવા સંગઠન (લોહાણા યુવા પાંખ) જામનગર દ્વારા આયોજીત ઓપન સૌરાષ્ટ્ર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટઃ રઘુવીર ઈલેવન રાજકોટ વિજેતાઃ રઘુવીર ઇલેવન જામનગર રનર્સઅપ

જામનગરઃ રદ્યુવંશી યુવા સંગઠન (લોહાણા યુવા પાંખ ) જામનગર દ્વારા આયોજીત ઓપન સૌરાષ્ટ્ર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ- ૨૦૧૯ રંગેચંગે સંપન્ન. આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ભરની લોહાણા સમાજની અલગ-અલગ જિલ્લાની ૨૪ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ભાવનગર, રાજકોટ, ગોંડલ, ટંકારા, જામજોધપુર, દ્વારકાએથી લોહાણા યુવાનોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટનું આયોજન પ્રદશન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રદ્યુવીર ઈલેવન રાજકોટ ફાઇનલ વિજેતા રહી હતી અને રદ્યુવીર ઈલેવન જામનગર રનર્સઅપ રહી હતી. જેમાં જામનગર લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મિતેશભાઈ લાલ, જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, ઙ્ગવેપારી અગ્રણી કૈલાશભાઈ બદીયાણી, કેતનભાઈ બદીયાણી, અશોકભાઈ જોબનપુત્રા, દર્શનભાઈ ઠક્કર, મેહુલભાઈ જોબનપુત્રા, ભરતભાઈ કાનાબાર, જાણતી ધરાશાસ્ત્રી પીયુશભાઈ ભોજાણી, ભાવિનભાઈ ભોજાણી, હેમલભાઈ ચોટાઈ, એસ.કે.રાચ્છ, જ્ઞાતિના અગ્રણીઓ સુરેશભાઈ રાચ્છ, ભરતભાઈ કાનાબાર, જતીનભાઈ કુંડલીયા, રાજુભાઈ મારફતિયા, રાજુભાઈ હિંડોચા, નિલેશભાઈ બથીયા, નવીનભાઈ હિંડોચા, મનોજભાઈ અમલાણી, તેમજ મહિલા અગ્રણી શિલ્પાબેન બદીયાણી, અલ્કાબેન વિઠલાણી, શિલ્પાબેન માધવાણી, પ્રિયાબેન રાયઠઠા, કૃપાબેન દત્ત્।ાણી, અલ્કાબેન નથવાણી, હાર્દિકાબેન સોમૈયા, વિભાબેન ભાયાણી, શીતલબેન હિંડોચા વગેરે લોહાણા સમાજના અગ્રણીઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા સમાજની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ દ્વારા આ ક્ષણે જામનગર રદ્યુવંશી યુવા સંગઠન (લોહાણા યુવા પાંખ)નું લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર રમત-ગમત સમિતિના જિલ્લા ઉપાધ્યક્ષો દ્વારા સન્માન કરવામાં આવેલું હતું. તેમજ ફૂલ સ્ટોપ વાળા નવીનભાઈ હિંડોચા તરફથી દરેક સિકસર પર ૫૧ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા રદ્યુવંશી યુવા સંગઠન (લોહાણા યુવા પાંખ ) જામનગરના કમીટી મેમ્બરો આકાશભાઈ રાયઠઠા, જીમીતભાઈ દત્ત્।ાણી, પાર્થભાઈ નથવાણી, શૈલેષભાઈ લાલ, રાહુલભાઈ સોમૈયા, હિરેનભાઈ નથવાણી, વિશાલભાઈ દત્ત્।ાણી, નીરવભાઈ માધવાણી, રામભાઈ ભાયાણી, જયભાઈ દાવડા, હિમેશભાઈ હિંડોચા, કમલેશભાઈ રૂપારેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(12:54 pm IST)