Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જુનાગઢથી ગુમ થયેલ બે બાળાઓનું પરિવાર સાથે મિલન કરાવતી શાપર-વેરાવળ પોલીસ

મગનભાઇ મોરીએ માનવતા દાખવી પરિવારથી વિખુટી પડી ગયેલ બંન્ને બાળાઓને પોલીસ મથકે સોંપી

તસ્વીરમાં બંન્ને બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : કમલેશ વસાણી શાપર-વેરાવળ) (૯.૩)

શાપર-વેરાવળ, તા. ૧૯ :  જુનાગઢની ગુમ થયેલ બે બાળાઓના પરિવારને શાપર-વેરાવળ પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

શાપર વે. પોસ્ટે ના પો. સબ. ઇન્સ. કે. એ. ગોહીલની સુચનાથી શાપર વે પોસ્ટેના પો. હેડ કોન્સ. એ.એમ. મકાવણા તથા પો. કોન્સ. રાજદીપસિંહ ઝાલા ગુમ થયેલની તપાસની કામગીરીમાંૈ હોય જે દરમ્યાન ગઇ તા. ૧૮-૧ર-ર૦૧૯ના સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં મગનભાઇ નરશીભાઇ મોરી કે જેઓ રાજકોટથી શાપર રીક્ષામાં આવતા હતા ત્યારે હુડકો ચોકડી પાસે બે બાળકીઓ રોતી અને એકલી મળી આવતા તેના માતા પિતા વિશે પુછપરછ કરતા ઉપરોકત બંન્ને બાળકીઓ માતા પિતાથી છુટી પડી ગયે હોય તેવું કહેતા જેથી આ મગનભાઇ મોરી માનવતાની દ્રષ્ટીએ આ બંને બાળકીઓને નજીકમાં શાપર-વેરાવળ પો. સ્ટે. લાવેલ હતા.

ત્યારબાદ આ બંન્ને બાળકીઓના વાલી વારસ વિષે તપાસ કરતા તેઓ જુનાગઢ ખાતે જોષીપરામાં રહેતા અને શાપર પો. સ્ટે. ખાતે બન્ને બાળકી જેમાં એકનું નામ ક્રિષ્ના વિપુલભાઇ શાન્તીલાલ કડવાતર (ઉ.વ.૧ર) અને જાનવી વિપુલભાઇ શાન્તીલાલ કડવાતર (ઉ.વ.૮) વાળી બંન્નેને તેના સગા કાકા અમીતભાઇ શાન્તીલાલ કડવાતરને શાપર-વેરાવળ પો. સ્ટે. બોલાવીને તેમની વિગત વારની પુછપરછ કરી જરૂરી બાળકીઓની વિગત મેળવી પુરાવા લઇ જરૂરી નિવેદન લઇ તેના કાકા અમીતભાઇ શાન્તીલાલ કડવાતરને સોંપેલ છે.

(11:58 am IST)