Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

મોરબીમાં આદર્શ માતા કસોટી માટે તડામાર તૈયારીઃ ૧૪૦૦ માતા કસોટી આપવા આતુર

વૈજ્ઞાનિક ઢબે બાળ ઉછેર કેવી રીતે કરી શકાય? કસોટી માટે રજીસ્ટ્રેશનઃ હેલ્થ ચેક અપ તથા પ્રશ્નોતરીઃ પ્રથમ વિજેતાને બ્યુટી કવીન જેવા તાજઃ ૧૧ નંબર સુધી ઇનામો

મોરબી,તા.૧૯: છેલ્લા છ મહિનાથી કોમનમેન ફાઉન્ડેશન મોરબી દ્વારા વૈજ્ઞાનિક ઢબે, યોગ્ય રીતે બાળ ઉછેર કેવી રીતે કરી શકાય ? એ માટે આદર્શ માતા કસોટીની તૈયારી રજીસ્ટ્રેશનની કામગીરી થઈ રહી હતી એ અનુસંધાને ૧૪૦૦ માતાઓ જેને એક બાળક સાત વર્ષથી નાનું છે એવી માતાઓએ પરીક્ષા આપવા માટે પુરજોશમાં તૈયારી કરેલ છે.

કસોટીનો અભ્યાસ ક્રમ ડો.સતીશ પટેલની બુક 'બાળ ઉછેર બે હાથમાં' પુસ્તકનું પાનેપાનું, શબદે શબ્દ, અક્ષરે અક્ષર વાંચી લીધો છે એના આધારે માતાઓ માટે ત્રણ તબક્કામાં કસોટીનું આયોજન થયું છે, જેનો પ્રથમ તબક્કો તા.૨૨ ના રોજ સવારે ૮ કલાકથી શરૂ થવા જઈ રહ્યો છે જેમાં મોરબીમાં કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે મોરબી અને માળીયાની બહેનો પોતાના બાળકને લઈને આવશેઙ્ગ ઓરપેટ વિદ્યાલય ખાતે ટન્કારાની બહેનો પોતાના બાળકોને લઈને આવશે. હળવદ એચ.ઈ.એસ. સ્કૂલ, આઈ.ટી.આઈ.ની બાજુમાં સરા રોડ ખાતે પોતાના બાળકને લઈને આવશે, અને વાંકાનેરની બહેનો જ્ઞાનગંગા સ્કૂલ ગાયત્રી મંદિર રોડ ખાતે પોતાના બાળકને લઈને આવશે

પોતાનાપોતાના તાલુકામાં ૧૪૦૦ જેટલી બહેનો પોતાના બાળકનું પીડિયાટ્રિક ડોકટર પાસે હેલ્થ ચેક અપ કરાવશે અને 'વસ્ત્ર પરિધાન સ્પર્ધા'માં ભાગ લેશે આ બંને સ્પર્ધાના ૩૦ ત્રીસ માર્ક બાળકની માતાના કસોટીમાં ઉમેરવામાં આવશે, ત્યારબાદ પોતાના તાલુકામાં જ તમામ ૧૪૦૦ માતાઓની તા.૨૫ ના રોજ નાતાલના દિવસે સવારે ૧૦ થી ૧૧ ૅં ૩૦ વાગ્યા સુધી ૭૦ માર્કની લેખિત કસોટી આપશે,તે જ દિવસે બધા જ પેપરો ચકાસી પરિણામ તૈયાર કરવામાં આવશે આ પરિણામના આધારે સમગ્ર મોરબી જિલ્લાની ૧૪૦૦ઙ્ગ બહેનો તા.૨૯ ના રોજ બપોરે ૩.૩૦ વાગ્યે કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે હાજર રહેશે, ત્યાં સમગ્ર મોરબીની જનતા માટે જાહેર કાર્યક્રમમાં પ્રથમ ઈલેવન અને ફર્સ્ટ હન્ડ્રેડ બહેનોની જાહેરાત કરવામાં આવશે જે પૈકી પ્રથમ ઈલેવનને જાહેર સ્ટેજ ઉપર બેસાડવામાં આવશે અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડોકટરો દ્વારા મૌખિક પ્રશ્નો પૂછવામાં આવશે, ત્રણ રાઉન્ડના અંતે ફર્સ્ટ ફાઈવ બહેનો સિલેકટ થશે એ ફર્સ્ટ ફાઈવ બહેનોને ડોકટરો દ્વારા લાંબા પ્રશ્નો પૂછવામાં આવશે, બાળવાર્તા કહેવડાવવામાં આવશે,હાલરડું ગવડાવવામાં આવશે,એના આધારે મોરબી જિલ્લાની 'આદર્શ માતા'નક્કી કરવામાં આવશે

જે બહેન ફર્સ્ટ આવશે એને રૂપિયા સવા લાખનો બ્યુટી કવીન જેવો તાજ પહેરાવવામાં આવશે,ફર્સ્ટ રનર્સ અપ માતાને સોનાનો ચેન બાકીના ૩ થી ૧૧ નંબર સુધી પણ સોનાના ઈનામો આપવામાં આવશે અને ૧૦૦ સુધી નંબર પ્રાપ્ત કરનાર બહેનોને રૂપિયા ૧૦૦૦ એક હજારનું ઈનામ અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે,આમ કુલ રૂપિયા ૩૫૦૦૦૦/- સાડા ત્રણ લાખના ઈનામો આપવામાં આવશે જેના દાતા ડોકટરો છે, મોરબીમાં આદર્શ માતા કસોટીનો રૂપિયા ૧૧૦૦૦૦૦/ અગિયાર લાખના ખર્ચે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનો શુભારંભ થવા જઈ રહ્યો છે.આ મહામુલા પરકલ્પમાં સિમ્પોલો સીરામીક તરફથી રૂપિયા ૧૨૫૦૦૦/- એક લાખ પચીસ હજાર અને રાજકોટની સીનર્જી હોસ્પિટલ તરફથી રૂપિયા ૫૧૦૦૦/- એકાવન હજારનું યોગદાન પ્રાપ્ત થયેલ છે.

(11:56 am IST)