Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

મોરબીની કોલેજમાં ભુકંપના આંચકા અને કચેરીમાં આગઃ બચાવ કામગીરીઃ મોક ડ્રીલ જાહેર કરતા રાહત

મોરબી,તા.૧૯: મોરબી શહેરમાં સવારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી જેમાં પુલ પર અકસ્માત સર્જાયો હતો જયારે નવી બની રહેલી જીલ્લા પંચાયત કચેરીમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી જયારે મોરબીની આર્ટસ કોલેજમાં ભૂકંપના આંચકા અનુભવતા વિદ્યાર્થીઓ બહાર દોડી ગયા હતા બાદમાં મોકડ્રીલ જાહેર કરાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો

અકસ્માતના ત્રણ બનાવો અંગે જાણ થતા ત્રણેય સ્થળે એનડીઆરએફ ટીમ, ૧૦૮, ફાયર અને ડીઝાસ્ટર વિભાગ દોડી ગયું હતું અને તુરંત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી તેમજ જીલ્લા પંચાયત કચેરીએ આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ભારે અફરાતફરીના માહોલ બાદ આખરે તંત્રની મોક ડ્રીલ હોવાનું ખુલતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી સેવાઓની ચકાસણી કરવાના હેતુથી મોક ડ્રીલ યોજાઈ હતી

અકસ્માતના બનાવમાં તુરંત સારવાર ઉપરાંત આગ અને ભૂકંપની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરાઈ હતી તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકોને ભૂકંપ કે આગ જેવી સ્થિતિમાં શું કરવું, કેવી રીતે પોતાનો તેમજ અન્યનો બચાવ કરવો તેની માહિતી આપવામાં આવી હતી.

(11:55 am IST)