Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

શાપર-વેરાવળમાં દૂધના કેનમાં દેશી દારૂની હેરાફેરી થતી'તી ! મહિલા સહિત બે પકડાયા

શાપર-વેરાવળ તા. ૧૯: શાપર-વેરાવળ પાસે દુધના કેનમાં દેશી દારૂની હેરાફેરી કરતી મહિલા સહિત બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

શાપર-વેરાવળના પી.એસ.આઇ. કે. એ. ગલોહિલ સ્ટાફ સાથે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન પ્રોહી ડાઇવ સબબ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાંગશીયાળી ગામની સીમ ઢોલરા જવાના રસ્તા પાસે એક મોટર સાઇકલ ઉપર પુરૂષ અને મહિલા દુધનું કેન લઇ શંકાસ્પદ હાલતમાં નિકળતા તેને રોકી ચેક કરતા તે કેનમાં અંદરથી દેશી દારૂના બુંગીયા નંગ-૮ દેશી દારૂ લીટર ૪૦ મળી આવતા ચાલક ગોપી મુનાભાઇ ચારોલીયા દેવીપૂજક ઉંમર ર૧ રહે. વાવડી ગામની પાસે પાણીના ટાંકા પાસે તથા મહિલા પાસેથી દેશી દારૂ લીટર ૪૦ કિંમત રૂપિયા ૮૦૦ એક બાઇક કિંમત રૂપિયા ૪૦,૦૦૦ મળી કુલ મુદામાલ ૪૦૮૦૦ સાથે બન્નેની ધરપકડ કરાઇ હતી.

આ કામગીરીમાં શાપર-વેરાવળના પોલીસ સબ ઇન્સ્પેકટર કે. એ. ગોહિલ સાથે રોહિતભાઇ બકોત્રા, માવજીભાઇ ડાંગર, રવુભા ગીડા, વિપુલભાઇ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હર્ષાબા જાડેજા રોકાયા હતા.

(11:55 am IST)