Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જામનગર તાલુકાની શાળાઓમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

જામનગર RTO અધિકારી જાન્યુઆરીમાં તાલુકા મથકે જશે

જામનગર, તા ૧૯:  ૩ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ દિવ્યાંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જામનગર તાલુકાની શાળાઓમાં આઇ.ઇ.ડી. યુનિટના આર.ટી.બી.આર.પી દ્વારા 'વિશ્વ દિવ્યાંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેડ અને ધુંવાવ તાલુકા શાળાઓઙ્ગ તેમજ લાખાબાવળ કુમાર શાળા, કનસુમરા કુમાર શાળા, શાળા નં. ૨૦ અને ૫૪,  ઢીંચડા તાલુકા શાળા, ક્રિષ્ના કુમાર શાળા જેવી જુદી જુદી શાળાઓમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઇ હતી તેમજ દિવ્યાંગ બાળકોના વાલીઓને દિવ્યાંગતા વિશેની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને પણ સમાજમાં સમાન દરજ્જો અને તક મળી રહે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ રમતગમતની પ્રવૃત્ત્િ।ઓ કરાવવામાં આવી હતી. આ માટે જિલ્લા આઇ.ઇ.ડી કો-ઓર્ડીનેટર હેમાંગીનીબેન દવે, બી.આર.સી કો-ઓર્ડીનેટર હિપલભાઈ ચંદ્રવાડીયા તેમજ શાળાઓના આચાર્યશ્રીઓ, એસ.એમ.સીના સભ્યો અને સ્ટાફગણ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો.

મોટર વાહન નિરીક્ષકશ્રીના તાલુકા મથકે પ્રવાસ

જામનગરઃ માહે જાન્યુઆરી-૨૦૨૦ થી માર્ચ-૨૦૨૦ માટેનો પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, જામનગરના મોટર વાહન નિરીક્ષકશ્રીના તાલુકા મથકે રાખવામાં આવતા પ્રવાસ કાર્યક્રમમાં લાલપુર ખાતે તા.૦૪-૦૧-૨૦૨૦, જામજોધપુર ખાતે તા.૦૬-૦૧-૨૦૨૦, ૦૧-૦૨-૨૦૨૦ અને ૦૫-૦૩-૨૦૨૦, ધ્રોલ ખાતે તા.૦૯-૦૧-૨૦૨૦,૧૫-૦૨-૨૦૨૦ અને ૧૬-૦૩-૨૦૨૦ તેમજ કાલાવડ ખાતે તા.૧૮-૦૧-૨૦૨૦, ૨૯-૦૨-૨૦૨૦ અને ૨૧-૦૩-૨૦૨૦ના રોજ રાખવામાં આવેલ છે. આ દિવસોમાં જાહેર રજા કે કોઈ કુદરતી આપત્ત્િ। અથવા ચૂંટણીનો કોઈ કાર્યક્રમ આવશે તો કોઈ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્પ રદ ગણવાનો રહેશે, જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા વિનંતી છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

(11:54 am IST)