Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કોટડાસાંગાણીઃ રોડ કામનું ખાતમુહુર્ત

કોટડાસાંગાણીઃતાલુકાના નારણકાથી ભાડવા સુધીના બીસ્માર માર્ગનુ ખાત મુર્હુત ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના હસ્તે કરાતા વાહન ચાલકોમા ખુશીની લહેર ફેલાઈ છે. ભાડવાથી નારણકા ચોકડી સુધીનો માર્ગ અતી બીસ્માર હાલતમા હતોઙ્ગ જેના કારણે આસપાસના ગામ લોકોને ભારે હાલાકિ ભોગવવાનો વારો આવતો સાથેજ આ રોડ પર વાહનો ચાલીને ખખડધજ સ્થિતિ ફેરવાઇ જતા જે અંગેની રજુઆત ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાને કરાતા તેઓ દ્વારા આ વીસ્તારના દસથી વધુ ગામના લોકોને પ્રાણ પ્રશ્ન એવો ભાડવા-નારણકા રોડને સરકારમા મંજુર કરાવી તાત્કાલિક ધોરણે રોડનુ ખાત મુર્હૂત કરાવી કામ શરૂ કરાવી દેવાતા વાહન ચાલકોમા ખુશીની લહેર છવાઈ છે.  આ વિસ્તારમાંથી દસથી વધુ ગામના દરરોજના હજારો લોકો રાજકોટ લોઠડા શાપર વેરાવળમા રોજીરોટી અર્થે જતા હોઈ તેઓને દરરોજ આ રોડ પર ગાબડા હોવાથી સતત અકસ્માતનો ખતરો રહેતો જેથી જીવના જોખમે વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થવુ પડતુ જે સમસ્યાનો અંત આવ્યો અને આ વિસ્તારમાં કોઈ આકસ્મિક દ્યટના સામે આવતી ત્યારે ઈમરજન્સી સેવિઓની ગાડીઓ પણ મોડી પહોચતી હતી.જે અંગેની રજુઆતને ધ્યાને લઈ ને ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને પ્રમુખ અરવિંદભાઈ સિંધવ દ્વારા તાત્કાલીક ધોરણે રોડ મંજુર કરાવી રોડના કામનુ ખાત મુર્હુત કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:54 am IST)