Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સત્ કર્મ એવા કરો કે તમે જયાં જાવ ત્યાં માનવતાના મંદિર નિર્માણ થાયઃ પૂ.પારસમુનિ

કાલે ગોંડલમાં કોલેજ ચોકથી સવારે ૭:૩૦ કલાકે નગર પ્રવેશ

રાજકોટ,તા.૧૯: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશમુનિ મ.સા.ના સુશિષ્યા સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.  ગોંડલ ગચ્છ ગાદિપતિ પૂ.શ્રી ગિરિશચંદ્રજી સ્વામીની જન્મભૂમિ ગોમટા ગામમાં ગઈકાલે તા.૧૮ના પધારતા સમગ્ર ગોમટા ગામમાં આનંદ છવાયો. ગોંડલ થી ત્રણ બસ લઈને શ્રાવક- શ્રાવિકાઓ ગોમટા આવેલ પૂ.ગુરૂદેવે રાત્રે ૮ થી ૯:૩૦ પ્રવચન ફરમાવેલ.

પૂ.ગુરૂદેવે જણાવેલ કે ગોમટા ગામ ધન્ય છે જયાં ગાદીપતિ ગુરૂદેવનો આત્મા અવતરિત થયો. તે ગોમટાના લોકો ધન્ય છે જેણે પૂ.ગુરૂદેવની બાળલીલાઓને જાણી જોઈ અનુભવી છે. તે શેઠ પરિવાર ધન્ય છે. જે કુળમાં ગુરૂદેવનો આત્મા જન્મ્યો હતો. જન્મ અને મૃત્યુ મોંઘા થઈ ગયા છે. સિજેરિયન વગર કોઈ જન્મતુ નથી, વેંટીલેટર વગર કોઈ જાતુ નથી આ કાળની કરમ કહાની છે. એક સમય હતો કે સ્ટેશન પર મૂકવા જતા અને આંખો ભીની થઈ જતી. હવે તો સ્મશાનમાં પણ આંખ ભીની થતી નથી. એ જરૂરી નથી કે દરરોજ મંદિર જવાથી માણસ ધાર્મિક બની જાય, પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય તો ત્યાં મંદિર બની જાય. અસ્તિત્વ અનેક પ્રહારો થાય છે પછી એક વ્યકિતત્વ તૈયાર થાય છે.

પ્રવચન બાદ મણિલાલ કાનજી શેઠ પરિવાર તથા ગોંડલ નિવાસી હાલ અંધેરી માતુશ્રી હંસાબેન રતિલાલ શાહ હસ્તે. રજનીભાઈ શાહ તરફથી પ્રભાવના રાખવામાં આવેલ.

આજે તા.૧૯ના સવારે જામવાડી હરેશભાઈ, દિનેશભાઈ કાંતિલાલ શેઠ પરિવારની ફેટકરી પર ત્યાંથી જૈન સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ તથા તેના માતા- પિતાને સંબોધી ત્યાંથી ઝાટકીયા હોસ્પિટલ મનિષાબેન મનિષભાઈ ઝાટકિયા આદિએ સ્વાગત કર્યું.

કાલ તા.૨૦ના પૂ.ગુરૂદેવ તથા પૂ.સ્મિતાબાઈ મ.સ.આદિ તથા પૂ.ધર્મિલાબાઈ, પૂ.અવનીબાઈ આદિનો ગોંડલ નગરપ્રવેશ કોલેજ ચોકથી ૭:૩૦ કલાકે સ્વાગતયાત્રા દાદા ડુંગરગુરૂ ગાદી ઉપાશ્રય પધારશે. કાર્યક્રમ બાદ સંઘાણી સંઘ પ્રેરિત નવકારશીનું આયોજન રાખવામાં આવેલ.

(11:53 am IST)