Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભાવનગરનું ગૌરવ વિભૂતિ પટેલ

ભાવનગર : ર૧ મી એશિયન માસ્ટર એથ્લેટીકસ ચેમ્પયનશીપ કુચીંગ સરાવાક મલેશિયા ખાતે યોજાયેલ. જેમાં ભારત (ઇન્ડીયા)ના ૬૦૦ ખેલાડીઓએ ૩૦ દેશોના રપ૦૦ ખેલાડી વચ્ચે ભાગ લીધો હતો. જેમાં કું. વિભુતિ આર. પટેલ જે ગુજરાતની ટીમ ૮ ખેલાડીમાંથી સિલેકટ (પસંદગી) પામી ઇન્ડીયા તરફથી રમવા ગયેલ. જેવલીન થ્રો અને પ કિ. મી. ફાસ્ટ વોકમાં ભાગ લઇ પ કિ. મી. ફાસ્ટવોકમાં ૪થો ક્રમ મેળવીને સર્ટીફીકેટ અને મેડલ પ્રાપ્ત કરીને ઇન્ડીયાની ટીમમાં ગુજરાત અને ભાવનગરનું ગૌરવ વધારેલ. મેડલ મેળવનાર વિભૂતિ પટેલની તસ્વીર.

(11:53 am IST)