Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

દામનગરમાં નવા અદ્યતન બસ સ્ટેશનમાં તંત્ર પીવાના પાણીની સુવિધા માટે વામણુ સાબિત થયું

પાણીના અભાવે શૌચાલય -યુરિનલની સફાઇ થતી નથી : સબ મર્શીબલ પંપ રીપેર કરવા માટે પણ અધિકારી તસ્દી લેતા નથી. જો સબ મર્શીબલ પંપ રીપેર થાય તો પાણી પ્રશ્ન ઉકેલી શકાય

દામનગર,તા.૧૯: શહેરની આશરે ૪૫૦૦૦ હજારથી વધુ વસ્તી ધરાવતા શહેર માં આજથી છ માસ પહેલા નવા બસ સ્ટેન્ડ નું ઉદ્દદ્યાટન કરવામાં આવેલ.તે મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા ઈ લોકાર્પણ થયેલ જે બસ સ્ટેન્ડ ની રૂ ૮૫૦૦૦૦ લાખ ના ખર્ચે બનાવવામાં આવેલ આ બસ સ્ટેન્ડ માં પ્રાથમિક સુવિધા વિહોણું બન્યું હોય તેમજ અત્યાર થી જ બે હાલ થઈ ગયેલ છે.

નવા બનેલ બસ સ્ટેન્ડ ઊપર છેલ્લા બે મહિનાથી બોરમાં પાણી જ નથી આવતું. સબમર્સીબલ પમ્પ પણ એસ ટી વિભાગ દ્વારા રીપેરીંગ પણ કરવામાં આવતો નથી જો આ સબમર્સીબલ પંપની મરામત નહિ થાય તો પેસેન્જર ને પીવાના પાણી માટેનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. તો આ એસ ટી વિભાગ દ્વારા તાત્કાલિક પેસેન્જર માટે પીવાના પાણીની માંગણી કરવામાં આવી છે નવા બંધાયેલ આ બસ સ્ટેન્ડ ઊપર પાણી નહીં હોવાથી સૌચાલય તથા મુતરીની નિયમિત સફાઈ થઈ શકતી નથી તેમજ સફાઈ માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે. છતાં તંત્ર ના પેટમાં પાણી ય હલતું નથી.

હજુ થોડા મહિના પહેલા જ લોકાર્પણ થયેલ બસ સ્ટેન્ડ દામનગરની જનતા માટે આશીર્વાદ રૂપ બનવાને બદલે અવરોધ રૂપ ન બની જાય તેવું શહેરના નગરજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.તો આ બસ સ્ટેન્ડ ઊપર ઉભી થયેલ અ સુવિધા નથી પ્રજાજનો ને છુટકારો થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. તો એસ ટી વિભાગ દ્વારા તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ બને તેવી દામનગર શહેર ની જનતા ની તીવ્ર માંગણી છે.

(11:52 am IST)