Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

મીઠાપુર ટાટા કેમ ડીએવી પબ્લિક સ્કુલમાં બીજુ એકઝીબીઝન અને ચોથો વાર્ષિક પુરસ્કાર વિતરણ કાર્યક્રમ

મીઠાપુર : ઓખા મંડળ તાલુકાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે આવેલી ટાટા કેમ ડી એ વી  પબ્લીક સ્કુલમાં ગત તારીખ ૧પ અને ૧૬ ના રોજ બે જુદા જુદા અને મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તારીખ ૧પ ના સવાર થી જ આ જ સ્કુલના આશરે ૧૭ જેટલા વર્ગ ખંડોમાં દરેક ધોરણના બાળકો દ્વારા અલગ અલગ પ્રોજેકટો બનાવી એકઝીબીઝનમાં ખુલ્લા મુકવામાં આવ્યા હતાં. આ પ્રોજેકટોમાં મીઠાપુર ટાટા કંપની, બેંક, ચંદ્રયાન અને પર્યાવરણને લગતા પ્રોજેકટો બનાવવામાં આવ્યા હતાં. આ તકે મીઠાપુર ટાટા કંપનીના અધિકારીઓ એન. કામથ, ડો. બી. શુકલા, મીઠાપુર હાઇસ્કુલના પ્રિન્સીપાલ નીરવ જોશી, મીઠાપુર નુતન બાલ શિક્ષણ સંઘના પ્રિન્સીપાલ શ્રીમતી ભારતીબેન ત્રિવેદી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એ દરેક વર્ગખંડમાં જઇ  દરેક પ્રોજેકટની બાળકો પાસેથી સવિસ્તાર માહિતી પ્રાપ્ત કરી હતી. આ તકે સ્થાનિક ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેકના સુપુત્ર અને સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી સહદેવસિંહ પબુભા માણેક પણ હાજર રહ્યા હતાં. ત્યારબાદ તારીખ ૧પ ની સાંજે ચોથા વાર્ષિક પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ આજ શાળાનાં વિશાળ પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સવારે આવેલા મુખ્ય મહેમાનોનો ઉપરાંત મીઠાપુર પીઆઇ શ્રી શ્રધ્ધાબેન ડાંગર તથા ડી એ વી. પશ્ચિમ ઝોનના ડાયરેકટર ડો. રીના સેહગલ પણ સહર્ષ જોડાયા હતાં. આ એકઝીબીઝનનો લાભ મીઠાપુર અને સુરજકરાડીના લોકોએ મોટા પ્રમાણમાં લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમની માહિતી લેતા ટાટા કેમ ડી. એ. વી. પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલ શ્રી આર. કે. શર્મા સાહેબે જણાવેલ કે આશરે રપ દિવસથી પણ વધારે દિવસોની મહેનતનું આ પરિણામ છે. તથા પોતાના ઉપરાંત દરેક બાળકો કે જેને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. તેમના શિક્ષકો તથા તેમના વાલીગણનો સિંહફાળો છે. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા - મીઠાપુર)

(11:52 am IST)