Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પ્રભાસપાટણ વોર્ડ ર માં જનતા સોસાયટીનો રસ્તો રીપેર કરવા માંગ

પ્રભાસ પાટણ તા. ૧૯ :.. પ્રભાસ પાટણ જનતા સોસાયટીનો મોટો રહેણાક વિસ્તાર આવેલ છે. છતાં આ સોસાયટીમાં કોઇ જાતની રસ્તા, ગટર સહિતની સુવિધા નથી જયારે બીજા નાની સોસાયટીમાં રસ્તાઓ બનાવવામાં આવે છે.

જનતા સોસાયટીને નગરપાલીકાનાં સભ્યો દ્વારા અન્યાય કરવામાં આવે છે આ સોસાયટીમાં વર્ષોથી કોઇ જાતની સુવિધા ન હોવા છતાં કોઇ જાતની કામગીરી કરતા નથી અને નાની-નાની સોસાયટીમાં રસ્તા સહિતનાં કામો કરવામાં આવે છે આમ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ આ મોટી સોસાયટીમાં કામો કરવા જોઇએ. આ સોસાયટીમાંથી નગરપાલીકા દ્વારા દરેક પ્રકારના કરવેરા ઉઘરાવવામાં આવે છે.

જયારે સુવિધાના નામે શુન્ય છે રસ્તામાં ચાલવુ અને વાહનો ચલાવવા મુશ્કેલ બનેલ છે.

આ જનતા સોસાયટીમાં રસ્તા સહિતનાં વિકાસનાં કામો નહી કરવામાં આવે તો કરવેરા ભરવાનું બંધ કરી સત્યાગ્રહનો રસ્તો અપનાવવામાં આવશે તેમ જનતા સોસાયટીનાં બાપા સીતારામ યુવક મંડળનાં પ્રમુખ દિનેશભાઇ વાજાએ નગરપાલીકામાં લેખિતમાં રજૂઆત કરેલ છે અને રસ્તા સહિતની સુવિધા ઉભી કરવા માંગણી કરે છે.

(11:51 am IST)