Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ઓખામાં કોસ્ટલ એરિયા સી સ્કાઉટ ગાઇડ કેમ્પનો પ્રારંભ

ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા : ૧૨ જિલ્લાના ૨૨૫ સ્કાઉટ ગાઇડો ભાગ લઇ રહ્યા છે

ઓખા તા.૧૯ : ગુજરાત રાજય સ્કાઉટ ગાઇડ સંઘ અને ગુજરાત રાજયના સંયુકત ઉપક્રમે ઓખા મુકામે બ્રહ્મસમાજની વાડી ખાતે પાંચ દિવસનો કોસ્ટલ એરિયા સી સ્કાઉટ ગાઇડ કેમ્પનો શુભઆરંભ કરવામાં આવેલ.ઉદઘાટન ઓખા કોસ્ટગાર્ડ કમાન્ડીંગ એજયુકેટીવ ઓફીસર કે.વરૂણ સુભરીયા, ન.પા. પ્રમુખ ચેતનભા માણેક, સ્કુલ ટીચર પુજાબેન દવે, ઇંગ્લીશ મિડીયમ સ્કુલના પ્રિન્સીપાલ જતીનભાઇ વગેરેની ઉપસ્થિતિમાં સ્કાઉટ ગાઇડ પ્રાર્થનાથી કરાયુ હતુ.

આ કેમ્પમાં રાજયના કુલ ૧૨ જિલ્લાના ૨૨૫ સ્કાઉટ ગાઇડો સાથે શિક્ષકો અને સ્ટાફ ભાગ લઇરહ્યા છે. આ પ્રસંગે કોસ્ટગાર્ડ ઓફીસરે બાળકોને શિસ્ત સેવા સાહસ અને ચરિત્ર ઘડતર દ્વારા જીવન ઘડતરની તાલીમમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સૌ મહેમાનોનું સ્વાગત સ્કાઉટ ગાઇડ સ્કાફ પહેરાવી કરવામાં આવેલ જયારે રાજયના ઉપપ્રમુખ સવિતાબેન પટેલ, રાજયના મુખ્ય કમિ. જનાર્દનભાઇ પંડયા, રાજ કમિ. સ્કાઉટ એન.એફ.ત્રિવેદી, રાજયના મંત્રી કમલેશભાઇ એ.બાળકોને શુભેચ્છા પાઠવી હતી.કેમ્પનું સંચાલન ભગવતીબેન ઓઝા, યોગેન્દ્રસિંહ જાડેજા, અજયભાઇ ભટ્ટ, ઉષાબેન દશાંદી, નીરૂબેન જાદવ સેવા આપી રહ્યા છે.

(11:51 am IST)