Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ઉનામાં લુખ્ખાઓના વધતા ત્રાસ સામે વેપારીઓમાં રોષ : ચેમ્બર દ્વારા આવેદનપત્ર

ઉના તા.૧૯ : ઉના શહેરમાં વેપારીઓ ઉપર હુમલાના અનુસંધાને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસ ડી એમ કચેરીઓ આવેદનપત્ર અપાયુ હતુ. શહેરમાં લુખ્ખાઓના વધતા ત્રાસ સામે વેપારીઓમાં રોષ વ્યાપી ગયેલ છે.

ટાવર ચોક નજીકઙ્ગ આવેલ જલારામ ફરસાણ નામની દુકાન ધરાવતા વેપારી દિલીપભાઇ ઠક્કર ઉપર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. શાંતિપૂર્વક વેપાર ધંધા કરતા વેપારીઓ ઉપર મફત માં માલ લેવાની બાબતે હિતકારી હુમલો થયેલ છે અને આ બાબતે દિલીપભાઈ ઠક્કરે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આપેલ છે.

ઙ્ગઆવેદનપત્ર આપતા વેપારીઓએ વિશેષમાં જણાવ્યું હતું કેઙ્ગ ઉના શહેરમાં ધંધાથી ભાઈઓ પર કેટલા આવારા તત્વો લુખ્ખા તત્વો કેન પ્રકારે હુમલાઓ કરતા મા આવેછે.

જયારે આવી દ્યટનાઓ વારંવાર બનતી હોવા થી વેપારીભાઈઓ ભય અને ગભરાટની વચ્ચે વેપાર ધંધો કરી રહ્યા છે ત્યારે આવા આવારા અને લુખ્ખા તત્વો થી મુકિત મળે તેવી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ઇશ્વરભાઇ જેઠવાણી શાંતિભાઈ ડાંગોદરા હિતેશભાઈ શાહ મહેન્દ્રભાઈ ગટેચા દીપકભાઈ શાહ તેમજ વેપારી ગણે વધુમાં જણાવ્યું હતું કે ફરી આવા બનાવો નો પુનરાવર્તન થશે તો ઉના શહેર સમસ્ત વેપારી એસોસિયેશન દ્વારા ગાંધીજીના માર્ગ ઉપર આંદોલન તેમજ ઉના શહેર બંધ તથા પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપી છે.

(11:50 am IST)