Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પડધરી હાઇવે ઉપર લુંટ કરવાના ગુન્હામાં પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ તા ૧૮  :  પડધરી પંથકમાં હાઇવે ઉપર રાત્રીના સમય દરમ્યાન બે અજાણ્યા ઇસમો દ્વારા મોબાઇલ લુંટ કરી જીવલેણ હુમલો થયે જે ફરીયાદના કામે વનેશ ભુરીયા તથા અન્યની ધરચપકડ થયેલ જેમાં વનેશ ભુરીયાને હાઇકોર્ટ દ્વારા જમીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની વિગતે છલ્લા ગામના રહેવાસી રામદેવસિંહ બળવંતસિંહ જાડેજા તા. ૧૯/૧૦/૨૦૧૨ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યે હોન્ડા મોટર સાઇકલ લઇને ટોલનાકે નોકરીએ જવા નીકળેલ હતા, તે દરમ્યાન રૂપાવટીથી આગળ ખામટા જવાના રસ્તા ઉપર સાડા અગીયારેક વાગ્યાની આસપાસ નીકળેલ ત્યારે બે અજાણ્યા ઇસમોએ લાકડાના ધોકા વડે ઇજા કરતા બેભાન થતા મોબાઇલની લુંટ થયેલ જે ગુન્હાના કામે મેહન તથા વિનેશ જુવાનસીંગ ભુરીયાની ધરપકડ થયેલ, જે કામે હાઇકોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન મુકત થવા મેહુલ પાડલીયા તથા જયેન્દ્ર ગોંડલીયા મારફત જામીન મુકતી અરજી ગુજારતા ગુન્હા અન્વયેની વિગતે રજુઆત કરતા જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આરોપી વિનેશ ભુરીયા વતી મેહુલ પાડલીયા તથા ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, સીરાકમુદીન સેરસીયા, કરણ ડી. કારીયા (ગઢવી) પિયુષ કોરીંગા, મોૈલીક ગોધાણી, તથા ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન જી. ખસમાણી તથા ખુશી જે. ચોટલીયા વકીલ તરીકે રોકાયેલ હતા.

(11:49 am IST)