Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ગીરગઢડામાં પત્નિની હત્યાના ગુનામાં પકડાયેલ પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલત

ઉના તા.૧૯ : ગીરગઢડામાં ૧૮ માસ પહેલા પત્નિની હત્યાના ગુનામાં પકડાયેલ પતિને આજીવન સખત કેદ ત્થા પ૦ હજાર રૂપિયા દંડ અને ૪૯૮(ક) ના ગુનામાં ૩ વર્ષની સખત કેદની સજા ઉનાની એડિશનલ સેસન્સ કોર્ટે ફરમાવી હતી.

ઉનાના ગીરગઢડા ગામે રહેતા સફીભાઇ હનીફભાઇ પોપટપોતરા જાતે મુસ્લીમે ગત તા.૧ર/૬/૧૮ ના રોજ બપોરે તે ત્થા તેની પત્ની બાળકો ઘરે હતા ત્યારે તેમની પત્ની સલમાબેન ઉપર લોખંડની કોષ વડે માથામાં મારમારી મોત નિપજાવી શેરીમાં દોડતો દોડતો બોલતો હતો કે મે મારી પત્નીને મારી નાખી તેમ કહી ગીરગઢડા પોલીસ સ્ટેશનને થઇ પોલીસને હકીકત જણાવતા પોલીસે સફીભાઇને લઇ તેમના ઘરે જતા ઘરમાં સીડી નીચે સલમાબેનની લાશ પડી હતી. માથાના પાછળના ભાગે ૪ થીવધુ ઘા મારેલ હતા. માસના લોચા નીકળી ગયા હતા પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમમાં મોકલી સફીના નિવેદનથી ફરીયાદી બનાવી આરોપીની ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ ઉનાની એડિશ્નલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા સરકાર પક્ષે સરકારી વકીલ મોહનભાઇ ગોહેલે આ ગુનાના બનાવના પંચો, સાહેદો, ત્થા આરોપીની જુબાની લેતા આરોપીએ કોર્ટને કહેલ કે પત્ની સીડી ઉપરથી ઉતરતી હતી પડી જતા ભંગારના ઢગલામાં પડતા વાગી જતા મૃત્યુ થયું હતું.

કોર્ટે સાયોગીક પુરાવાને ધ્યાને લઇ ત્થા અગાઉ આરોપી અને તેની પત્ની વચ્ચે થયેલ ઝગડાઓ તથા મરણ જનર છેલ્લી વખતે આરોપી સફી સાથે ૪ દિવાલ સાથે રહેલ હોય આરોપીના કપડા ઉપર લોહીના ડાધા વગેરે પુરાવા જોતા આરોપી સામેગુનો સાબીત હતો.

ઉનાની એડિશ્નલ સેશન્સ કોર્ટના જજશ્રી એસ.એલ.ઠકકરે આરોપીને પત્નીના ખુનના ગુનામં આજીવન સખત કેદની સજા ત્થા રૂ.પ૦,૦૦૦ (પચાસ હજાર રૂપિયા) દંડ તથા પત્નીને માનસીક શારીરીક ત્રાસનો આઇપીસી ૪૯૮ (ક) ના ગુનામાં ૩ વર્ષની સખત કેદની સજા કરી હતી. આમ ઉનાની કોર્ટ માત્ર ૧૮ મહિનામાં ખુનના ગુનાની સજા આપી હતી.

કેસ ચાલ્યો ત્યાં સુધી આરોપીને જામીન મળેલ ન હોય અન્ડર ટ્રાયલ કેસ ચાલ્યો હતો અને ઉનાની કોર્ટ સાંયોગીક પુરાવાના આધારે સજા કરી હતી ઝડપી ચુકાદો આપેલ હતો.

(11:49 am IST)