Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પોરબંદરમાં વોકીંગ ઝોનના બેરીકેટ સાથે અથડાતા વૃદ્ધને ઇજા

બજાર વિસ્તારના વોકીંગ ઝોનમાં બેરીકેટ નડતરરૂપ થતાની ફરીયાદો

પોરબંદર, તા. ૧૯ : ડ્રીમલેન્ડ સિનેમા પાસે વોકીંગ ઝોનના બેરીકેટ સાથે વૃદ્ધ અકસ્માતે અથડાય જતા નાક ઉપર ઇજા થતા તેમને સારવાર લેવી પડી હતી.

વોકીંગ ઝોનનો અમલ કરાવવા બેરીકેટ (આડશ) મૂકવામાં આવી છે, પરંતુ બજાર વિસ્તાર હોય લોકોને નડતરરૂપ થાય છે તેવી ફરીયાદો છે. ચેમ્બર દ્વારા વોકીંગ ઝોનના વિરોધમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકાર ઉદાસીતા દર્શાવતા વેપારીઓ નારાજ થયેલ છે.

(11:48 am IST)