Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કોડીનાર પંથકમાં ત્રણ દિ'માં ૩ દીપડા પાંજરે પુરાયા

કાજ,જામનવાડા અને માલગામ ગામોમાં પાંજરે પુરાયા હજુ ઘણી જગ્યા પર રંજાડોના સમાચાર

કોડીનાર તા ૧૯  : દીપડાની રંજાડોના સમાચાર દરેક જંગલ વિસ્તારની નજીકના ગામોમાં સામાન્ય બન્યા છે, ત્યારે કોડીનાર તાલુકામાં છેલ્લા ૩ દિવસમાં ૩ અલગ અલગ જગ્યા પરથી દીપડા પકડવામાં વનતંત્ર ને સફળતા મળી છે. તા. ૧૫ના તાલુકાના કાજ ગામે મનુભાઇ મેરામણભાઇ પરમારની વાડીમાં દીપડો પકડાયા બાદ તા.૧૭ ના જામનવાડા ગામેજ જેસિંગભાઇ દાનાભાઇ ચાવડાના રહેણાંકી મકાનમાં વાછરડાનું મારણ કરતા પાંજરા મુકતા દીપડી પાંજરે પુરાઇ હતી, ત્યારબાદ છેલ્લા ૧ માસતી માલગામ, પાંચ પીપળવામાં બનેલ માનવ ઇજા બાદ સતત હાથ તાળી આપતા ચાલાક દીપડાને ગત રાત્રે માલગામ-પાંચ પીપળવા બોર્ડર પર નીતિનભાઇ લખમણભાઇ મોરીની વાડીએ દીપડી તથા તેના ૩ બચ્ચાને છારા રાઉન્ડ ફોરેસ્ટ સ્ટાફ આર.એફ.ઓ. પાઠાણભાઇ, મોરીભાઇ, મકવાનભાઇ, ગોહિલભાઇ, શાબિરભાઇ અને તેમની ટીમ ને પકડવામાં સફળતા મળી છે. આ ટીમ દ્વારા છેલ્લા ૧ માસમાં તાલુકા ભરમાંથી ૧૦ દીપડા પાંજરે પુરી લોકોને ભયમુકત કરાય છે.

(11:47 am IST)