Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ગુજરાતમાં વર્ષમાં ૧ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાનું લક્ષ્યઃ આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઘટે અને સમાજને ઝેરમુકત ખોરાક આપી શકીએ : ઉના પાસે દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરૂકુળમાં રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં વિરાટ કૃષિ સંમેલન યોજાયું: પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો દ્વારા સંકલ્પો

ઉના,તા.૧૯: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગીરમાં દ્રોણેશ્વરઙ્ગ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ખેડૂતોના વિરાટ સંમેલનને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે,સૌને નુકસાનકર્તા એવી રાસાયણીક ખેતી છોડવાનો સમય પાકી ગયો છે. રાજયપાલશ્રીએ ગુજરાતમાં એક લાખ ખેડૂતોને એક વર્ષમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ જોડવા લક્ષ્ય રાખતા ખેડૂતો આ અભિયાનમાં જોડાવા સંકલ્પબદ્ઘ થયા હતા.

ગીર સોમનાથના ગીરગઢડાના દ્રોણેશ્વર સ્વામી સ્વામિનારાયણ ગુરુકુળના પટાંગણમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિરાટ સમ્મેલનમાં અધ્યક્ષ સ્થાનેથી રાજયપાલશ્રીએ કહ્યું કે મે જાતે ૨૦૦ એકર જમીનમાં સુભાષ પાલેકર ખેતી પદ્ઘતિથી ખેતી કરી છે અને મને તેના સારા પરિણામો મળ્યા છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી બંજર થઈ ગયેલી જમીન એક વર્ષમાં જ ફળદ્રુપ અને અગાઉ કરતાં વધારે ઉત્પાદન મળ્યું છે તે અંગે તમામ જાત અનુભવ વર્ણવતા રાજયપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ દ્યટે છે અને સમાજને આપણે ઝેર મુકત ખોરાક આપી શકીએ છીએ .ખેડૂત તરીકે આનાથી પવિત્ર બીજું કાર્યઙ્ગ કયું હોઈ શકે એમ જણાવીનેઙ્ગ આ જ ઈશ્વરીય કાર્ય છે તેમ પણ ઉમેર્યું હતું.પ્રાકૃતિક ખેતી પર તેઓ ખેડૂતો માટે ગુજરાતીમાં પુસ્તક પણ તૈયાર કરી રહ્યા છે તેમ જણાવીને તેઓએ સુભાષ પાલેકર દ્વારા દર્શાવેલી પદ્ઘતિ મુજબ એક એકર ખેતી માટે માત્ર એક દેશી ગાય કે ગીરગાય હોય તો એક દિવસમાં કઈ રીતે જીવામૃત તૈયાર થઇ શકે તેનુ માર્ગદર્શન આપી એક ગાય હોય તો ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ શકે તેની વિગતવાર સમજણ આપી હતી.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય તે માટે પ્રશાસનને માર્ગદર્શન આપી આ અભિયાનમાં સફળતા માટે તમામ પ્રકારની તત્પરતા દર્શાવી છે તે અંગે હર્ષની લાગણી વ્યકત કરતા રાજયપાલશ્રીએ કહ્યું કે સંસ્થાઓ સરકાર અને પ્રગતિશીલ ખેડૂતોના સહયોગથી આપણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના નવા આયામો સિદ્ઘ કરીશું. વડતાલમાં તાજેતરમાં સંપન્ન થયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરમાં જોડાયેલા ખેડૂતોને અને આ તમામ કાર્યક્રમોમાં માહિતી મેળવીને જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે ખેડૂતો તેમના ખેતરમાં એક મોડેલ ફાર્મ બનાવીને બીજા ખેડૂતોને જાગૃત કરે અને માહિતીની આપ લે કરે તે માટે પણ રાજયપાલશ્રીએ પણ અનુરોધ કર્યો હતો.

સરકારશ્રીના બેટી બચાવો ,બેટી પઢાઓ અભિયાનનાઙ્ગ સંદર્ભમાં રાજયપાલશ્રીએ કહ્યુ કે દીકરીઓ સમાજને રચનાત્મક માર્ગે બદલાવી રહી છે અને ઝડપથી ક્રાંતિ લાવી રહી છે તેમ કહીને ખેડૂતોને સંતાનોને ભણાવવા અને વ્યસન મુકત રહે તે માટે સંસ્કાર આપવા અનુરોધ કર્યો હતો.

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરિયાએ સમાજને બીમારીમાંથી સમાજને મુકત કરવા માટે ઋષિ , કૃષિ અને સંસ્કૃતિનો સમન્વય કરીનેઙ્ગ ગાય આધારિત ખેતી અને સરકાર શ્રી ના ગૌ સંવર્ધન અંગેના સફળ પ્રયાસો લોક ભાગીદારી અંગે સમજણ આપી હતી. ગૌમૂત્ર અને ગોબર થી થતા ફાયદા જણાવ્યા હતા.

એસ.જી.વી.પી. ના અધ્યક્ષ માધવપ્રિય દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ગાય આધારિત સુભાષ પાલેકર ખેતી તરફ ખેડૂતોને ખુશી જોડવા સંસ્થા તમામ પ્રકારનો સહયોગ આપશે. પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે તેમ જણાવીને તેઓએ ખેડૂતોને જાગૃત થવા અને મોંદ્યી થતી રાસાયણિક દવાના બદલે ઉત્પાદન ખર્ચ દ્યટાડતી અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરતી આ ખેતી કરવા મહત્વનુ માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ગીરના ખેડૂતો વતી હકારાત્મક સૂચનો પણ કર્યા હતા. આ પ્રસંગે શાબ્દિક સ્વાગત  બાલકૃષ્ણદાસજી સ્વામીએ કર્યું હતું. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અભિયાનના ગુજરાતના ઇન્ચાર્જ  પ્રફુલભાઈ સેજલીયાએ આપણી મૂળ ખેતી કેવી હતી અને આપણી રાસાયણિક ખેતીથી હાલ આપણી કેવી સ્થિતિ છે તે અંગે વિગતવાર ઉદાહરણ આપીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરતું માર્ગદર્શન આપ્યું હતું. ડો.સાવલિયાએ પણ હાલ રાસાયણિક ખેતીથી શરીરમાં કેટલું ઝેર જાય છે તે અંગે માહિતી તેમજ પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવ્યા હતા. ઊનાના પૂર્વ ધારાસભ્ય  કે.સી રાઠોડે અભિયાનમાં રૂ. ૧.૧૧ લાખનું દાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભકતવેદાંત સ્વામીએ કર્યું હતું.

કાર્યક્રમના અંતે રાજયપાલશ્રીએ ગુરુકુળ પરિસર અને ગીર ગાયની ગૌશાળાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ કૃષિ આધારિત ગીત અને જામકાના સાદુળભાઈ એ 'મારી ગીર છે રૂડી' ગીત સુંદર રીતે રજૂ કર્યું હતું. આ પ્રસંગે રાજયપાલશ્રીને દ્રોણમા પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ કેળાની લૂમ અર્પણ કરવામાં આવી હતી. રાજયપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ફાટસરના ખેડૂત શ્રી શૈલેષભાઈ, દ્રોણના દ્યનશ્યામભાઈ ઠુંમર ,વડવિયાળા ના પ્રવીણભાઈ બાલુભાઇ, દ્રોણના શાંતિભાઈ ,વિજયભાઈ અને પ્રેમજીભાઈ સેંજલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ પટેલ (બાદશાહ), દ્રોણેશ્વર ગુરુકુળના સંચાલક હરીકૃષ્ણ સ્વામી સહિતના સંતો-મહંતો ,અગ્રણીઓ, અધિકારીઓ ખેડૂતો બહેનો વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)