Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કલેકટરને આપ્યું આવેદનપત્ર

કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા નીકળેલી વિશાલ રેલીઃ કચ્છ દલિત અધિકાર મંચનો ટેકો

ભુજઃ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલ સીએબી અને એનઆરસી કાયદા સામે કચ્છના મુસ્લિમોએ જંગી રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિએ આપેલા એલાન પગલે આજે કચ્છભરમાં થી મુસ્લિમો ભુજના હમીરસર તળાવ ના ખાલી મેદાનમાં એકઠા થયા હતા. ત્યાં જાહેર પ્રવચન બાદ જંગી રેલી સ્વરૂપે સૌ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. કચ્છના મુસ્લિમોએ બન્ને કાયદાઓ રદ્દ કરવાની માંગણી કરી હતી. સીએબી અને એનઆરસીના કારણે એક સમાજને નાગરિકતાનો લાભ આપવાની અને બીજા સમાજને નાગરિકતાથી વંચિત રાખવાની નીતિ દેશના બંધારણ વિરુદ્ઘ હોવાનું જણાવીને આ નીતિથી સમાજમાં પણ ભાગલા પાડવાની દહેશત વ્યકત કરી બન્ને કાયદાઓ રદ્દ કરવાની માંગ કરાઈ છે.પ્રમુખ ઇસ્માઇલ હાલેપોત્રાની સહી સાથે અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા તળે કચ્છના મુસ્લિમ આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. જો, કાયદો રદ્દ નહીં કરાય તો લાંબી લડતનું એલાન પણ કરાયું છે. કચ્છ દલિત અધિકાર મંચે આ રેલીને ટેકો જાહેર કર્યો હતો.

(11:46 am IST)