Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

રાતનાં સપાટા બાદ સવારે ઠંડી ઘટીઃ સોરઠમાં ઝાકળ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાન ર થી ૩ ડિગ્રી ઉંચે ચડયું

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે રાત્રીનાં ઠંડીએ સપાટો બોલાવ્યા બાદ આજે સવારથી ઠંડીમાં  ઘટાડો થયો છે અને લઘુતમ તાપમાનનો પારો ર થી ૩ ડીગ્રી નીચે ઉતરતા ઠંડીમં સામાન્ય રાહત અનુભવાય છે.

આજે રાજયમાં સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયામાં ૬.૮ ડીગ્રી, રાજકોટ ૧ર.ર ડીગ્રી, ડીસા ૧૧.૮, કંડલ એરપોર્ટ ૧૦.પ ડીગ્રી નોંધાયું છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢ સહિત સોરઠમાં આજે ઝાકળવર્ષા થતા ઠારનું આક્રમણ થયુ હતું.

ગઇકાલે જૂનાગઢનું સીઝનનું સૌથી ઓછુ ૧ર.૬ ડીગ્રી તાપમાન રહયુ હતું પરંતુ આજે તાપમાન બે ડીગ્રી વધીને ૧૪.૬ ડીગ્રી નોંધાયુ હતું.

પરંતુ વહેલી સવારથી ઝાકળવર્ષા થતાં ટાઢોડુ છવાય ગયુ હતું. ઠારના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૮ કી.મી.ની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ર૬ મહત્મ, ૧૪.પ લઘુતમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.  (પ-૧૦)

કયાં કેટલો ભેજ-લઘુતમ તામપાન

શહેર

હવામાં  પ્રમાણ ટકા

તાપમાન ડીગ્રી

અમદાવાદ

૭૩ ''

૧૪.ર ''

ડીસા

૭પ''

૧૧.૮''

વડોદરા

૮૩''

૧પ.૪''

સુરત

૯ર''

૧૭.ર''

રાજકોટ

૭૬''

૧ર.ર''

ભાવનગર

૮૦''

૧પ.૬''

પોરબંદર

૮૧''

૧૪.૪''

વેરાવળ

૭૯''

૧૮.પ''

દ્વારકા

૬૬''

૧૬.૪''

ઓખા

પ૪''

૧૯.૮''

ભુજ

પ૮''

૧૧.ર''

નલીયા

૭૪''

૬.૮''

સુરેન્દ્રનગર

૭પ''

૧૩.૯''

ન્યુ કંડલા

૭પ''

૧૧.૧''

કંડલા એરપોર્ટ

૬૭''

૧૦.પ''

અમરેલી

૭પ''

૧ર.૪''

ગાંધીનગર

પ૯''

૧૩.ર''

મહુવા

૮૪''

૧૬.૧''

દીવ

૮૬''

૧૬.૦''

વલસાડ

૮૭''

૧૭.૬''

વલ્લભવિધા.

૮૩

૧૪.પ

જામનગર

૭૬

૧૪.પ

જુનાગઢ

૮૭

૧૪.૬

(2:51 pm IST)