Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જસદણ, કાલાવડ, પડધરી, મોરબીના અનુભવનુ ભાથુ

ડે.ડી.ડી.ઓ. તરીકે ચાર્જ સંભાળતા રામદેવસિંહ ગોહિલ

રાજકોટ તા.૧૯: પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક પામેલા શ્રી રામદેવસિંહ જે. ગોહિલે ગઇકાલે રાજકોટ કચેરીમાં કાર્યભાર સંભાળી લીધો છે.  તેઓ આ અગાઉ પણ રાજકોટમાં ડે.ડી.ડી.ઓ. તરીકે રહી ચૂકયા  હોવાથી પંચાયતની વહીવટી, રાજકીય અને ભૌગોલિક પરિસ્થિતીથી વાકેફ છે.

મૂળ ભાવનગર પંથકના ગારીયાધાર તાલુકાના આણંદપુર ગામના વતની શ્રી આર.જે. ગોહિલ અગાઉ જસદણ, કાલાવડ, પડધરી, અને ભાણવડ તાલુકામાં વિકાસ અધિકારી તરીકે તથા મોરબીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે. એપ્રિલ૨૦૨૦માં વય મર્યાદાના કારણે નિવૃત થવા પાત્ર છે. નવી જવાબદારી બદલ તેમના પર શુભેચ્છા વર્ષા (મો. ૭૫૬૭૮ ૬૫૫૦૭) થઇ રહી છે.

(11:31 am IST)