Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ઘોર કળિયુગ !! કચ્છમાં સગા ભાઈએ મોં કાળુ કરતા ૧૬ વર્ષીય બહેન માતા બની

નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારની ઘટના, સગીરા અને નવજાત બાળક બન્ને હોસ્પિટલમાં: માએ સગા દીકરા સામે કરી ફરિયાદ, સગીરાએ ૧૪ વર્ષના પોતાના નાના ભાઈ સાથે સંમતિપૂર્વક સબંધ બાંધ્યા પછી હકીકત છૂપાવી

ભુજ,તા.૧૯: મોબાઈલના કારણે હવે સગીર બાળકો પણ ગંદી હરકતો શીખી રહ્યા છે. આ વાંચવું નહીં ગમે, પણ નગ્ન સત્ય છે. આપણી આજુબાજુ જે રીતે નાની બાળકીઓ છેડતી, અશ્લીલ હરકતો અને દુષ્કર્મનો ભોગ બની રહી છે, એ કિસ્સાઓ ની જો ઊંડાણ પૂર્વક તપાસ કરીશું તો મોટાભાગના કિસ્સાઓમાં નજીકના સગાઓએ જ મો કાળું કર્યું હશે.

સંબંધોની મર્યાદા અને ગૌરવ જાણે ભૂંસાઈ રહ્યા છે. સાવકા બાપ, સગા બાપ દ્વારા દુષ્કર્મના બનતા બનાવો પછી કચ્છમાં હળાહળ એવા દ્યોર કળિયુગની ચરમ સીમા રૂપ દ્યૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે. માત્ર ૧૬ વર્ષની સગીરા પોતાના સગા ભાઈ સાથેના સંબંધો થકી માતા બની છે. દ્યટના કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની છે.

સ્કૂલે ગયેલી ૧૬ વર્ષની તરુણીની તબિયત એકાએક બગડતા સ્કૂલની શિક્ષિકાઓ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે, તબીબોએ ચેકઅપ દરમ્યાન ધડાકો કર્યો હતો કે આ ૧૬ વર્ષીય સગીરાને પ્રસૂતિની પીડા થઈ રહી છે, તે માતા બની છે. આ હકીકતથી ગભરાઈ ગયેલ શિક્ષકોએ એ તરુણીના માતા પિતાને બોલાવી લીધા હતા.

પણ, તે દરમ્યાન તરુણીના ઉદરમાં ૮ માસથી ઉછરી રહેલા બાળકની પ્રસુતિ તબીબોએ કરી લીધી હતી. જોકે, પહેલાં તો આ ૧૬ વર્ષની તરુણી કોઇના દુષ્કર્મનો ભોગ બની હોવાની ભીતિ સાથે વિશે પરિવારજનો અને શિક્ષકોએ ચિંતા સાથે પોલીસને જાણ કરી હતી. દરમ્યાન પોલીસ પણ પહોંચી આવી હતી અને પૂછપરછ શરૂ કરી હતી.

જોકે, પોલીસની પૂછપરછમાં જે ધડાકો થયો તે ચોંકાવનારો અને ખળભળાટ સર્જનારો હતો. સગા ભાઈ થકી આ સગીર તરુણી માતા બની હતી.  પણ, આ દ્યટનાની વાસ્તવિકતા સમાજને હચમચાવી મૂકે તેવી છે. ૧૬ વર્ષની આ તરુણી પોતાના ૧૪ વર્ષના નાના ભાઈ સાથેના સંમતિપૂર્વકના સબંધના કારણે માતા બની હતી.

જોકે, આ હકીકત તેમ જ ગર્ભાવસ્થાની પીડા તરુણીએ પોતાની માતાથી છુપાવી હતી. ચકચાર સર્જતી આ દ્યટના સમાજને અને આપણને સૌને વિચારતા કરી દે તેવી છે, બહેન અને ભાઈ તેમની મર્યાદા ચુકયા એટલું જ નહીં સગીર દીકરી માતાથી પણ પોતાની પરિસ્થિતિ છુપાવતી રહી. શહેરી જ નહીં પણ હવે ગ્રામ્ય વિસ્તારોની પણ નવી તરુણ પેઢી અવળે રસ્તે વળી રહી છે, એ સ્માર્ટ ફોનની અવદશાનું પરિણામ છે.

સૌએ ચેતી જવાની જરૂર છે. આ કિસ્સામાં માતાએ સગા દીકરા સામે ફરિયાદ કરતાં નખત્રાણાના પીઆઇ જે.કે. રાઠોડે પોકસો હેઠળ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરા અને નવજાત શિશુને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મુગ્ધાવસ્થાની સાહસવૃત્તિ ઘટના માટે જવાબદાર

ભુજ,તા.૧૯: આ પ્રકારની દ્યટના માટે શું કારણ હોઈ અને ત્યારે તે લોકોની મનોસ્થિતિ કેવી હોય તે બાબતે સૌરાષ્ટ્રના મનોરોગના નિષ્ણાંત તબીબ ડો. મણિયારે એવું જણાવ્યું હતું કે, મુગ્ધાવસ્થામાં આવતા દરેક લોકોમાં કંઈક નવું કરવાની મનોવૃતિ આકાર લેતી હોય છે. જે તેમને દરેક જોખમ લેવા ઉશ્કેરે છે. તદ્દ ઉપરાંત તેની આઈડેન્ટીટી એટલે કે કંઈ કરી નાખવાની ભાવના મોટું જોખમ બની રહે છે. આવી અવસ્થાના બાળકોના વાલીઓએ ખાસ તકેદારી દાખવવી જોઈએ.

બાળકના પિતાનું નામ તેના માટે પીડાદાયક બનશે 

ભુજ,તા.૧૯: આપણી સમાજ વ્યવસ્થામાં એક પરંપરા કહો તો પરંપરા અને નિયમ કહો તો નિયમ છે કે, બાળકના જન્મથી લઈ દરેક મહત્વની બાબતો સુધી તેના પિતાનું નામ તેના નામ પાછળ લાગેલું રહે છે. હવે આ બાળક સાથે નિયતિએ કરેલી ક્રુરતા તેના માટે આખી જીંદગીની પીડા બની રહેવાની છે. આ દુનિયામાં તેણે લીધેલા શ્વાસથી જ તેના પર મુસીબતો શરૂ થઈ છે. સર્વપ્રથમ તો તે કોનુ બાળક છે, તેનો ડીએનએ ટેસ્ટ થયો. જન્મ આપનાર માતા અને તેનો જનક પિતા તેનો ભાઈ આખી સમાજ વ્યવસ્થા ખોરવાઈ જાય તેવા સંબંધો રચાયા છે. ડગલેને પગલે આવનારી પીડાદાયક ક્ષણો તેના અસ્તિત્વને પણ હચમચાવી નાખશે. ત્યારે એ વિધાતાને સવાલ જરૂર પુછશે કે તારા લેખમાં આટલી બધી ક્રુરતા ?

(11:05 am IST)