Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

દ્વારકા કલેકટરે આપ્યું પ્રમાણપત્ર

CAA વિવાદ વચ્ચે પાકિસ્તાનથી આવેલા હસીનાબેનને મળ્યું ભારતીય નાગરિકત્વ

અમદાવાદ, તા.૧૯:સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એકટ અને એનઆરસીના મુદ્દે આખા ભારતમાં એક બાજુ લોકો વિરોધ કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ સમર્થન કરી રહ્યાં છે. ત્યારે ગઇકાલે દ્વારકાનાં કલેકટરે પાકિસ્તાની મહિલા જે પહેલા ભારતમાં રહેતા હતા તેમને ભારતીય નાગરિકતા આપી છે.

મહિલા પતિનાં મોત બાદ ભારત પરત ફર્યા

દ્વારકાનાં કલેકટર, નરેન્દ્ર મીણાએે જણાવ્યું કે, હસીનાંબેન દ્વારકા જિલ્લાનાં મૂળ નિવાસી હતા. તેમણે ૧૯૯૯માં પાકિસ્તાનમાં લગ્ન કર્યાં એટલે તેમની નાગરિકતા પાકિસ્તાનની થઇ જાય. તેમના પતિનાં મોત બાદ તેઓ ફરીથી અહીં રહેવા આવ્યાં. તેમણે બે વર્ષ પહેલા ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી. પહેલા અમારા અધિકારીઓએ ખરાઇ કરી અને પછી આ અંગેની પ્રોસેસ થઇ. જે બાદ ગૃહમંત્રીની મંજૂરી મળવાને કારણે તેમને નાગરિકતા આપવામાં આવી છે.

હવે  આ  માટે ઓનલાઇન પ્રક્રિયા થઇ છે

તેમણે વધુમાં જણાવ્યું કે,  પહેલા આ આખી પ્રોસેસ કરવામાં સમય લાગતો હતો કારણ કે બધું જાતે કરાવવું પડતું હતું પરંતુ આ અંગેની નોંધણી હવે સરકારે ઓનલાઇન કરી દીધી છે જેના કારણે હવે તેમને ૬ મહિનામાં ભારતીય નાગરિકતા મળે છે.

રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે જણાવ્યું હતું કે, એનઆરસી બિલનો ગુજરાતમાં અમલ કરાશે. તેમણે કહ્યું કે, બિલને લઈને કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે, સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એકટ અને એનઆરસીનાં મુદ્દે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એક સ્વૈચ્છિક સંગઠન દ્વારા ત્રણ ચાર દિવસ પહેલાં ૧૯જ્રાક ડિસેમ્બરનાં ગુરુવારે આજે અમદાવાદ બંધનું એલાન અપાયું હતું.જેને અન્ય સંગઠનોએ ટેકો આપ્યો છે. રિક્ષા ચાલકોના એસોસિયેશને આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે પરંતુ રિક્ષા હડતાલનું એલાન આપ્યું નથી. આ સાથે શાહી જામા મસ્જિદનાં પેશ ઈમામ સહિતનાં આગેવાનોએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.

(11:04 am IST)