Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભાવનગરના પીપરડીમાં ઝેરી અસરથી ૨ બાળાના મોત

રમતા-રમતા ઝેરી પદાર્થ ખાઇ જતા ૨ બાળકો સારવારમાં: પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી

ભાવનગર, તા.૧૯: ભાવનગર જીલ્લાના સિહોરઙ્ગ નજીકના પીપરડી ગામે વાડીમાં બે બાળકીના ઝેરી અસર થી મોતઙ્ગ નિપજયા છે. કોઈ ઝેરી પદાર્થ ભૂલથી ખાઈ કે પી જવાથી આ બાળકોના મોત નીપજયાં નું અનુમાન કરવામાં આવી રહ્યું છે જયારે બે બાળકોને પણ અસર થતા તેને સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપરડી ગામે દુલાભાઈ ડાયાભાઇ પટેલ ની વાડી માં ભાગીયું રાખી ને રહેતા દાહોદ પંથકના અશ્વિન ભાઈ અને તેનો પરિવાર રહેતો હોય ત્યારેઙ્ગ કોઈ કારણોસર ત્યાં રમી રહેલા ચાર બાળકો ની તબિયત લથડી હતી. આ બાળકો ત્યાં રમતા સમયે કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતા કે પી જતા શિવાંગી (ઉં.વ.સાડાત્રણ) અને અર્ચના (ઉ.વ. ૨ )નામનીબાળકી ના મોત નીપજય છે જયારે અન્ય બે બાળકો ને હાલ સારવાર માટે ૧૦૮ ની મદદ થી સિહોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવેલ છે જયાં તેમની હાલત વધુ ગંભીર જાણતા તેમને ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એક સાથે બે દિકરીના મૃત્યુના પગલે પરપ્રાંતીઓ પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે બનાવની જાણ થતાં ગ્રામ્યજનો મોટી સંખ્યામાં દોડી ગયા હતા.

આ દ્યટનામાં હજુ આ બાળકો દ્વારા એવું શું ખાધું પીધું છે તે હજુ જાણી શકાયું નથી જેથી હાલ ડોકટરો પણ મુંજવણ માં મુકાયા છે તેમજ બંને જીવિત બાળકો ની સારવાર હાથ ધરી છે.

(11:03 am IST)