Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

કચ્છમાં દીકરી સાથે ઝઘડો કરતા જમાઈની સસરાના હાથે હત્યા

ભચાઉના માય ગામના મુસ્લિમ યુવાનની લાશનો ભેદ ખુલ્યો

ભુજતા.૧૯: ભચાઉ તાલુકાના માય ગામે ૩૮ વર્ષીય યુવાન મામદ ભૂરા ખલીફાની મળી આવેલ લાશનો ભેદ ખુલી ગયો છે.

આ મૃતક યુવાન પોતાની દીકરી અને દોહિત્રો સાથે ઝદ્યડતો હોઈ તેના સસરા લતીફ ઓસમાણ ખલીફાએ પોતાના મિત્ર કિશોરસિંહ જાડેજા સાથે મળી તેની હત્યાં કરી લાશ ફેંકી દીધી હતી.

આ મામલે પોલીસે મૃતકના નાના ભાઈ રફીક ખલીફાની ફરિયાદ નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ કિસ્સામાં પિતાએ દીકરી જલુબેનને જણાવ્યું હતું કે, તેમણે જમાઈની હત્યા કરી છે, ત્યારબાદ જલુબેન પોતાના પતિને દ્યેર ગઈ તો હત્યા કરાઈ હોવાનું જાણવા મળતાં તેણે સાસરિયાઓને પોતાના પિતાએ હત્યા કરી હોવાની જાણ કરી હતી.

(10:43 am IST)