Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ગોંડલમાં જુગારના હાટડા પર રૂરલ ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ ૧૦ પતાપ્રેમીઓ પકડાયા

મયુરસિંહ તેના ઘરમાં જુગાર રમાડતો 'તોઃ ૨.૧૯ લાખની રોકડ સહિત ૧૫ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા.૧૨: ગોંડલમાં ભોજરાજપરામાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડાપર રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતા ૧૦ પતાપ્રેમીઓને ૧૫ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામમીણાએ પ્રોહી.જુગારના ગુન્હાએ શઓધી કાઢવા અંગે સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ. દિવ્યેશભાઇ દેવાયભાઇ સુવા મળેલ હકિકત આધારે ગોંડલ સીટી વિસ્તારમાં ભોજરાજપરામાં રહેતા મયુરસિંહ ઝાલાને મકાનમાં રેઇડ કરી જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા.

પકડાયેલ શખ્સોમાં મકાન માલીક (૧)મયુરસિંહ દીલીપસિંહ ઝાલા રહે.ગોંડલ ભોજરાજપરા હનુમાનજીના મંદીર સામે (૨) શૈલેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ ઝાલા ધંધો વેપાર રહે. રાજકોટ ગાંધીગ્રામ શેરી નં.૩, બી (૩) જેન્તિ ભવાનભાઇ સદાડીયા રહે.ગોંડલ ભગવતપરા પટેલવાડી પાસે,(૪)બ્રિજરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા રહે.જામકંડોરણા, (૫)ભરત નાનજીભાઇ વીરાણી, ગોંડલ શંકરવાડી જે.કે.પાનવાળી શેરી, (૬)પિયુષ જેઠાભાઇ ડેર રહે. ઉપલેટા બલરાજ સહાની રોડ બાવલા ચોક પાસે, (૭)રવજી ગોહાભાઇ કાપડીયા ૪૮ રહે. ભેંસાણ ચણાકા પ્લોટ પાસે, (૮)ગોપાલ મનજીભાઇ ભેંસાણીયા રહે.ભેંસાણ જુનુગામ ભુતનાથ શેરી, (૯)કિશોર વજસીભાઇ વરૂ રહે. ઉપલેટા સર્વોદય સોસાયટી યાદવશેરી તથા (૧૦) નિલેષ બળવંતભાઇ ગૌસ્વામી ધંધો વેપાર રહે. ગોંડલ રૈયાણીનગર રાંદલમાના મંદીરની બાજુનો સમાવેશ થાય છે. રૂરલ ક્રાઇમ બ્રાંચે રોકડ રૂપીયા રૂ.૨,૧૯,૧૦૦, મોબાઇલ ફોન નંગ ૧૧ કિ.૧,૧૫,૫૦૦, વાહન ફોરવ્હીલ કાર નંગ-૩ કી.રૂ.૧૧,૫૦,૦૦૦ તથા મો.સા. ૧ કી.રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિ.૧૫,૦૪,૬૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઇ, પ્રભાતભાઇ બલરામ, પો હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા, મહીપાલસિંહ જાડેજા, અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી, મહેશભાઇ જાની, પો.કોન્સ. દીવ્યેશભાઇ સુવા, કૌશીકભાઇ જોષી, રહીમભાઇ દલ, મેહુલભાઇ બારોટ, અમુભાઇ વિરડા તથા જયપાલસિંહ ઝાલા રોકાયા હતા.(૧.૯)

(1:02 pm IST)