Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

બગદાણાના સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી રમેશ ધાખડાને મોટા સુરકાથી ઝડપી લેવાયો

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા

સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બગદાણા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૨૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ કાળુભાઇ ધાખડા જાતે કોળી ( ઉ.વ.:-૨૨) ( રહે,મોટા ઝીંઝુડા, તા.સાવરકુંડલા જી.અમરેલી) ને મોટા સુરકા( તા-શિહોર) થી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.   

    આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા ટી.કે.સોલંકી તથા પો.કોન્સ. નીતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.

(1:09 am IST)