Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

મોરબી સર્કીટ હાઉસ પાસે વિચિત્ર અકસ્માત : બાઇક્ને બચાવવા જતા કાર ડીવાઈડરની જાળી પર ચડી ગઈ

કાર ઉંધી જાળી પર ચડી જતા પાછળના ટાયર જાળી પર લટકતા જોવાયા

મોરબીના સર્કીટ હાઉસ પાસેથી પસાર થતી કારને અકસ્માત નડ્યો હતો અને કાર ડીવાઈડરની જાળી પર ચડી ગઈ હતી

મોરબીના સામાકાંઠેથી માળિયા ફાટક જવાના રસ્તે સર્કીટ હાઉસ નજીકથી પસાર થતી કાર ડીવાઈડરની જાળી પર ચડી ગઈ હતી જે અકસ્માતમાં કાર સવારનો બચાવ થયો હતો બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બાઈક ચાલકને બચાવવા જતા કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડીવાઈડરની જાળી પર ચડી ગઈ હતી

જોકે અકસ્માત વિચિત્ર જોવા મળ્યો હતો કારણકે કારના આગળના નહિ પરંતુ પાછળના ટાયર જાળી પર લટકતા જોવા મળ્યા હતા અને અકસ્માતને પગલે લોકોના ટોળા પણ સ્થળે એકત્ર થયા હતા

(9:05 am IST)