Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીના બંધુનગર ગામની સીમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો.

મૃતક પાતળા બાંધાનો રંગે ઘઉં વર્ણ શરીરે રાખોડી કલરનો ફૂલની ડીઝાઇન વાળો શર્ટ અને બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ

મોરબીના બંધુનગર ગામની સીમમાં નેશનલ હાઈવે રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે મૃતકની ઓળખ થઇ નથી અને તેના વાલી વારસ મળી આવેલ નથી મૃતક પાતળા  બાંધાનો રંગે ઘઉં વર્ણ શરીરે રાખોડી કલરનો ફૂલની ડીઝાઇન વાળો શર્ટ અને બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલ છે જમના હાથની પહેલી આંગળીમાં સફેદ ધાતુની વીંટી પહેરી છે સફેદ કાળી લાંબી દાઢી અને મુછ છે જેનો મૃતદેહ હાલ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે મૃતક અંગે કોઈ માહિતી હોય કે વાલીવારસ વિષે માહિતી આપવા તાલુકા પોલીસના અજીતસિંહ પરમાર મોબાઈલ નંબર ૮૪૦૧૨ ૬૧૦૯૪ અથવા તાલુક પોલીસ સ્ટેશન ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ પર જાણ કરવા અપીલ કરી છે.

(9:24 pm IST)