Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

મોરબીના પેટલ વેપારી સાથે ૧૩.૬૦ કરોડની ઠગાઇ

ડોકટર વસંત કેશુભાઇ ભોજવીયા અને તેના ૪ સાગ્રીતોએ કલેકટરમાં પાસ થઇ ગયાનું જણાવી કરોડોનો કોન્ટ્રાકટર અપાવવાની લાલચ આપી વેપારી વિજયભાઇ ગોપાણીને શિશામાં ઉતાર્યા

મોરબી, તા. ૧૮ : મોરબીના પોસ વિસ્તારમાં ડેન્ટલ ડોકટર તરીકે પ્રેકટીસ કરતા ડોકટરે અન્ય ચાર જેટલા શખ્સોએ સાથે મળીને ખોટી લાલચ આપી પટેલ વેપારીને વિશ્વાસમાં લઈને ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર જાગી છે.

 

મોરબીના રામચોકમાં આવેલ શુભ ડેન્ટલ કલીનીકના ડો.વસંત કેશુભાઈ ભોજવિયા રહે-મૂળ ખાખરેચી જી.મોરબી તથા અમદાવાદ, પ્રદીપકુમાર કારેલીયા રહે- મૂળ જેપુર તા.ગોંડલ તથા દિલ્હી, જયેશ ઉર્ફે રોહિત સોલંકી, ફાઈનાન્સના અધિકારી તરીકે ઓળખાવેલ વ્યકિત, રચના સિંધ તથા તપાસમાં ખુલે તે સાથે મળીને ફરિયાદી વિજયભાઈ નાથાભાઈ ગોપાણી (ઉ.૪૪) રહે- ઉમિયાનગર દ્વારકેશ એપાર્ટમેન્ટ વાળા સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી વિજયભાઈને વિશ્વાસમાં લઇ અલગ અલગ પ્રકારે લાલચ આપી.

 આરોપી ડો.વસંત કેશુભાઈ ભોજવિયા પોતે આઈ.એ.એસ. (કલેકટર) માં પાસ થઇ ગયેલ હોય અને રૂપિયાની જરૂરિયાત હોય જે બહાના હેઠળ કટકે કટકે પ્રથમ રૂપિયા ૩૦ લાખ રોકડા તથા આરોપી પ્રદીપકુમાર કારેલીયાની સસરા તરીકે ઓળખ આપી તેની સાથે મળી ફરિયાદી વિજયભાઈને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના નામથી રૂ.૮૦૦ થી ૧૦૦૦ કરોડ રૂપિયાનો દસ વર્ષ માટે કોન્ટ્રકટ કામ અપાવવાની લાલચ આપી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના અશોક સ્થંભના લોગો વાળા ટ્રેડર્સ પેપર તથા એગ્રીમેન્ટ પેપર સીપ્રા સિરામિક પ્રાઈવેટ લીમીટેડ મોરબીના નામના તૈયાર કરાવડાવી આરોપી જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ ફરિયાદી વિજયભાઈની સહીઓ મેળવી અલગ અલગ રીતે આરોપી ડો.વસંત ભોજવિયા, પ્રદીપકુમાર કરોલીયા અને જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ ગત તા.૧૫-૦૯-૨૦૧૯ થી આજદિન સુધી તારીખ, સમય અને જગ્યાએથી કુલ મળી રૂપિયા ૧૩,૬૦,૦૦૦,૦૦ (તેર કરોડ સાઈઠ લાખ) બદ ઈરાદાથી મેળવી ઉપર મુજબ કોન્ટ્રાકટ નહિ આપી તથા આરોપી ફાઈનાન્સના ધિકારી તરીકે આરોપી ડો.વસંત ભોજવિયાએ ફરિયાદીને ઓળખાણ કરાવી જેણે ફરિયાદી વિજયભાઈને રૂપિયા ૩૮૦ કરોડનું ડી.ડી. બતાવી વિશ્વાસમાં લઇ તેમજ આરોપી રચના સિંધએ એસ.બી.આઈ. બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ડી.ડી. કન્ફર્મેશન થઇ ગયેલ હોવાની ખોટી માહિતી આપી તેમજ આરોપી ડો.વસંત ભોજવિયાએ ડી.ડી. માં રૂપિયા ૯ કરોડ દર્શાવી તે ડી.ડી. ર્ીહૃજ્ઞ્સ્ન બેંકમાં રૂપિયા ૯૦૦ નો જ હોય જે જાણતા હોવા છતાં ડી.ડી. રૂપિયા ૯ કરોડ હોવાનું વોટ્સઅપ કરી મોકલેલ.

આરોપીઓએ અગાઉથી સાથે મળી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી વિજયભાઈ સાથે વિશ્વાસદ્યાત અને છેતરપીંડી કરવાના ઈરાદાથી ખોટા ડી.ડી. રૂપી બનાવટી દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ ઈલેકટ્રોનિક રેકર્ડ ઉભું કરી ફરિયાદી વિજયભાઈ તથા સાહેદના મોબાઈલ વોટ્સઅપ પર મોકલી જે ડી.ડી. ખોટું હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યા હોવી ફરિયાદ વિજયભાઈ ગોપાણીએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)