Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ભાવનગરમાં હુકકાબારમાં દરોડોઃ ૧૮ ઝડપાયા

૨૦ પાઇપ, ૬ હુક્કા, ૧૫ ફલેવર સહિતનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર તા.૧૯: ભાવનગરમાં વધુ એક હુક્કાબારમાં દરોડો પાડી પોલીસે હુક્કાની લીજ્જત માળતા ૧૮ નળરીઓ અને હુક્કાબારના સંચાલકને ઝડપી લઇ ૨૦ પાઇપસ ૬ હુક્કા, ૧૫ ફલેવર સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી.

ભાવનગરમાં પોલીસે વધુ એક હુક્કાબારને ઝડપી લીધુ છે. પૂર્વ બાતમીને આધારે એલ.સી.બી. પોલીસે શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં પૃથ્વી કોમ્પ્લેક્ષના ભોપતળીયે ચાલતા હુક્કાબારમાં મોડી રાત્રે દરોડો પાડી હુક્કાબાર ચલાવતા મંથન  રાજયગુરૂ ઉ.વ.૨૧ (રહે.સુભાષનગર વર્ષા સોસાયટી રોડ ભાવનગર)ને ઝડપી લીધો હતો. અને પોલીસ હુક્કાબારની મોજ માણી રહેલા ૧૮ નળીરોઓની પણ અટકાયત કરી ક્રાઇમબ્રાન્ચે લઇ જઇ નિવેદન લીધા હતા. પોલીસે હુક્કાબારમાંથી ૬ હુક્કા,૧૫ જુદી ફલેવર ૧૫થી ૨૦ હુડકાની પાઇપ વગેરે વસ્તુઓ કબ્જે કરી સંચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(૧.૭)

 

(11:58 am IST)