Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દામનગરમાં કિશોરી ઉપર દુષ્કર્મ

અમરેલી તા.૧૯ : દામનગરમાં કિશોરીના એકલતાનો લાભ લઇ જુનાગઢના વિસાવદર તાલુકાના રાજપરાનો હરેશ ધનજી ડાભી (ઉવ.૩૦)ઘરમાં પ્રવેશી બાવડુ પકડી વાળ પકડી ઘસડી લાફા મારી દુષ્કર્મ આચર્યુ હતુ. આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી પતાવી હોવાની ધમકી આપ્યાની ફરીયાદ દામનગર પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વડિયાના સનાળામાં છેડતી

વડિયાના સનાળા ગામે રહેતી પાંચીબેન ગણપતભાઇ મકવાણા નામની મહિલાને રમેશ અરજણ મકવાણા નામના શખ્સે પાંચીબેનનું બાવળુ પકડી ચાલ અંધારામાં તેમ કહી છેડતી કર્યાની ફરિયાદ  વડિયા પોલીસમાં  થવા પામી હતી.

હાલરીયામાં પરિણીતા ઉપર ત્રાસ

બગસરાના હાલરિયામાં રહેતી પરિણીતા  જયશ્રીબેન યોગેશભાઇ પરમાર ઉપર ચિત્તલ ખાતે રહેતા સાસરીયા યોગેશ સહિત પાંચે કરિયાવર પ્રશ્ને મારમારી ત્રાસ આપ્યો હતો.

(3:47 pm IST)