Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મોરબીના લીલાપર રોડ પરથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબી, તા. ૧૯ : લીલાપર રોડ પર આવેલી યદુનંદન ગૌશાળા પાછળ મચ્છુ નદી કાંઠેથી એક મૃતદેહ મળી આવતા એ ડીવીઝન પીઆઈ આર.જે. ચૌધરી સહિતની ટીમ દોડી ગઈ હતી અને મૃતક યુવાન અંદાજે ૩૦ થી ૩૫ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન ફારૂક હાસમ ભટ્ટી (ઉ.વ ૪૮) રહે. કબીર ટેકરી વાળો ગત તા. ૧૧ ના રોજ ઘરેથી ચાલ્યો ગયો હતો જે માનસિક અસ્થિર મગજનો હોવાનું પણ જાણવા મળ્યું છે પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે મૃત્યુનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

નાણાકીય ઉચાપત

મોરબીની સબ ડીવી. પોસ્ટ ઓફીસમાં   ડાક સહાયક તરીકે ર૦૧પ થી નોકરી કરતા આરોપી જીજ્ઞેશ હરજીભાઇ સોલંકીએ મોરબીમાં રહેતા જયેશભાઇ કે. સેતા પાસેથી જીવન વીમા પોલીસીમાં ભરવાના રૂ. ૧પ૧૧ર ગત તા. ૩૦-૬૧૭ના રોજ લીધા હતા અને તેમને કોમ્પ્યુટર રસીદ કાઢી આપી હતી. પરંતુ આ પૈસા સમય વિતવા છતાં પોસ્ટમાં જમા નહી કરાવતા તેની સામે મોરબી સબ ડીવી. પોસ્ટ ઓફીસના ઇન્સ્પેકટર યોગેશભાઇ કનૈયાલાલ જોશીએ સરકારી નાણા ઉચાપત કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે.

(1:19 pm IST)