Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

તળાજાના જાલવદર ગામે સુતેલા વૃદ્ધાના કાનમાંથી ઘરેણાની ચોરી

તળાજા તા.૧૯ : ઠળિયાપાટીના જાલવદર ગામે રહેતા ભોળાભાઇ રામભાઇ  કાતરીયા એ નોંધાવેલ ફરિયાદ મુજબ ગતરાત્રીના ૨.૪૫ના સમયે ફરીયાદીના બા જીણીબેન ઓસરીમાં સૂતા હતા. ઙ્ગઆ સમય દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સે આવી કાનમાં પહેરેલા સોનાના વેઢલા કિ.રૂ.૬૦,૦૦૦/- ની લુંટ ચલાવી ફરાર થઇ ગયેલ છે.

તળાજા પો.ઈ લશ્કરીનેે જાણ થતા પરોઢીયે તપાસ અર્થે દોડી ગયેલા ડોગ સ્કવોડની મદદ લઇ લુંટારુઓ કઇ દીશામાં ગયા તે બાબતે તપાસ હાથ ધરી છે.

ભૂતકાળમાં આ પ્રકારે ઠળિયા વિસ્તારમાં વાડી , ખેતરમાં કે ઘરની ઓસરીમાં લોકો પાસેથી લુંટ ચલાવવાના કિસ્સાઓ બનતા હતા. જેનું આજે પાંચેક વર્ષ બાદ પૂનરાવર્તન થયુ છે.

જેઠ એ પરણીતાને ફટકારી

 દાઠા તાબેલા કહુવા તાલુકાના દયાળ ગામની પરણીતા હળવીબેન મીઠાભાઇ બાટીયા (ઉ.વ.૩૫) એ પોતાના જેઠ બાબુ ચિથર બાટીયા વિરુધ્ધ પોતાને લાકડાના ધોકા વડે માથા અ ને હાથના ભાગે મારમારી ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે. ગત તા. ૧૬ સવારે ૯ કલાકે જેઠ એ રૂપિયાની લેતી-દેતી મામલે હુમલો કર્યો હતો. (૧૭.૬)

(12:34 pm IST)