Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

તળાજામાં રાજાપાઠમાં ભર બજારે બાઇક સુવરાવી માથે સૂઇ જઇ ખેલ નાંખ્યો

હાંફળી-ફાંફળી દોડી આવેલ પોલીસે ઢસડીને પીધેલાને જીપમાં નાખ્યો

ભાવનગર, તા.૧૯: શહેરના હાર્દસમા મુખ્ય રોડ પર તિલકચોક પોલીસ ચોકીની બરાબર સામેજ બપોરના સુમારે નશામાં ચકનાચૂર શખ્સે રસ્તા પર જ બાઇક સુવળાવી દીધુ હતું. પીધેલ જેમ ઘરે પથારીમાં પગ ચઢાવી તે સૂતો હોય તેમ બાઇક પર સૂઇ ગયો હતો.

તમાશાને તેડું ન હોઇ તેમ પીધેલાએ નાંખેલા ખેલ જોવા લોકો એકઠા થવા લાગ્યા હતા. આ વાતની પોલીસને ખબર પડતા હાંફળી-ફાંફળી દોડી આવેલ પોલીસે પીધેલાને ઢસડીને પોલીસ જીપમાં નાંખ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો હતો.

તળાજામાં દેશીદારૂના હાટડાઓ બંધ કરાવવા જ હોય તો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એકશન લીધા સિવાય છૂટકો નથી.

(12:15 pm IST)