Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વંથલી પોલીસ સ્‍ટેશન કમ્‍પાઉન્‍ડમાં ફટાકડા ફોડી જશ્‍ન મનાવતા ૭ ઝડપાયા

 જુનાગઢઃ રેન્‍જના ડી.આઇ.જી. મનિંદર પ્રતાપસિંધપવાર પોલીસ અધિક્ષકશ્રી રવી તેજા વાસમસેટી સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ગઇ તા.૧૪/૦૫/૨૦રર ના રોજ વંથલી પોલીસ સ્‍ટેશનના પો.સબ ઈન્‍સ.એ.પી.ડોડીયાની બદલી થતા તેમજ અન્‍ય પાંચ પોલીસ કર્મચારીઓને ફરજ મોકુફ હેઠળ મુકતા (૧) અજય વાણવી(પત્રકાર) રહે. વંથલી (૨) હાર્દિક વાણીયા (પત્રકાર) રહે. વંથલી (૩) વિજય ગોવિંદ વાણવી રહે. વંથલી (૪) એભો વિજય વાણવી રહે. વંથલી (૫) રવી દેવજીભાઇ ચૌહાણ રહે. બોડકા બાવાના (૬) રમેશ પુંજા વાણવી રહે. વંથલી તથા અન્‍ય અજાણ્‍યા ઇસમો મળી કુલ દશ થી બાર ઈસમોએ વંથલી પોલીસ સ્‍ટેશનના કમ્‍પાઉન્‍ડમાં આવી ફટાકડા ફોડી જશ્‍ન મનાવી તેમજ સોશ્‍યલ મીડીયા પર વંથલી પોલીસ સ્‍ટેશન સામે જાહેરમાં ફટાકડા ફોડતા હોવાનો વિડીયો તથા ફોટા તેમજ વોટસએપ સ્‍ટેટસ રાખી વાયરલ કરેલ હોય જેથી ઉપરોક્‍ત ઈસમો વિરૂધ્‍ધ જાહેરનામા ભંગનો ગુન્‍હો દાખલ કરી ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી વંથલી પોલીસે કરી હતી. આમ ઉપરોકત કામગીરીમાં વંથલી પોલીસ સ્‍ટેશનના પો.સબ ઇન્‍સ. ડી.જી.બડવા તથા પો.સબ ઈન્‍સ. વિ.કે.ઉંજીયા તથા પો.હેડ કોન્‍સ ટી.એચ.મેવાડા તથા કે.એ.ભલગરીયા તથા પો.કોન્‍સ. સુમીતકુમાર રાઠોડ તથા મુળુભાઇ વાંદા તથા દિનેશભાઇ સીસોદીયા તથા ખીમાભાઇ ખાંભલા તથા કીરીટભાઇ કામરીયા તથા માનસિંગભાઇ ગાંગણા તથા પ્રવિણભાઇ સીંધલ તથા રાજુભાઇ બકોત્રાનાઓએ સાથે મળી કરેલ છે

(1:17 pm IST)