Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

બુધવારથી કેશોદમાં સો બેડની કોવિડ હોસ્‍પિટલ શરૂ

એક સરકારી તબીબ સિવાય બધુ ખાનગી ટ્રસ્‍ટના સહારે

કેશોદ તા. ૧૯ :.. યુ. કે. વી. મહિલા કોલેજ ટ્રસ્‍ટ તરફથી આશરે સો ઉપરના અગ્રણી કાર્યકરોની હાજરીમાં જણાવવામાં આવ્‍યુ હતું કે આ વિસ્‍તારમાં કોરોનાના અસંખ્‍ય દર્દીઓ ધુમી રહ્યા છે અને જે જે દર્દીઓ જરૂરીયાતવાળા છે તે તમામને વિનામુલ્‍યે તબીબી સારવાર આપવા માટે આ ટ્રસ્‍ટ તરફથી આગામી બુધવાર તા. ર૧ થી સો બેડની કોવીડ હોસ્‍પિટલ શરૂ કરવામાં આવનાર છે. આ માટે સ્‍થળ ઉપર જ દાનની મોટી રકમ મળી હતી.

યુ. કે. વી. મહિલા કોલેજના કેમ્‍પસ ડાયરેકટર ભરતભાઇ વડારીયા તરફથી જણાવ્‍યું હતું કે અત્‍યારની ઉભી થયેલી સ્‍થિતિમાં આ તાલુકાના નાનામાં નાના માણસને પણ કોરોનાની બિમારી સામે પુરતી સારવાર મફતમાં મળી રહે તેવું આયોજન સંસ્‍થા તરફથી કરવામાં આવ્‍યુ છે. દર્દીને રહેવા-જમવા-દવા સહિતની તમામ સારવાર મફતમાં આપવામાં આવશે આવનાર દર્દીએ માત્ર તેનો મેડીકલ રેસ્‍ટ બહારની લેબોરેટરીમાં કરાવી લાવવાનો રહેશે આ રીપોર્ટના આધારે દર્દીને આ હોસ્‍પિટલમાં તાત્‍કાલીક સારવાર શરૂ કરવામાં આવશે.

માહિતી આપતા ડો. અજયભાઇ સાંગાણી અને મેડીકલ ઓફીસર ડો. પોપટે જણાવ્‍યુ હતું કે આ કોવીડ હોસ્‍પિટલ માટે સરકાર તરફથી મંજુરી મળી ગયેલી છે અને તે માટે રાઉન્‍ડ ધ કલોક એક મેડીકલ ઓફીસર હાજર રહેશે જયારે સ્‍થાનીક કેશોદ-માંગરોળ અને માળીયા હાટીના તાલુકાના ૧પ ડોકટરોએ પખવાડામાં એક દિવસ માનદ સેવા આપવાનો કોલ આપ્‍યો છે જયારે અન્‍ય સેવાઓ માટેના જરૂરી સ્‍ટાફની પણ અલગ - અલગ માનદ સેવા આપવા માટે સંખ્‍યા બંધ ઓફરો આવી હતી. આ માટે અલગ-અલગ ૧પ જેટલી સમિતિઓની પણ યાદી બનાવવામાં આવી હતી. આ કામગીરી શહેરીજનોના ખર્ચેજ કરવાની હોવાથી દાનની ટહેલ નાખતા સ્‍થળ ઉપર હાજર રહેલા લગભગ તમામ લોકોએ પ હજારથી માંડી ર લાખ પ૧ હજાર રૂા. સુધીના દાનની જાહેરાત  કરી હતી.

 

(1:49 pm IST)
  • રેલ્વે આ સાથેની સૂચિ મુજબના રાજ્યોમાં નિ:શુલ્ક ઓક્સિજન પૂરો પાડશે : મહારાષ્ટ્ર 1500 મેટ્રિક ટન, ઉત્તરપ્રદેશ 800 મેટ્રિક ટન, દિલ્હી 350 મેટ્રિક ટન, પંજાબ 300 મેટ્રિક ટન, છટ્ટીસગઢ 250 મેટ્રિક ટન, ગુજારાત 200 મેટ્રિક ટન, બિહાર 200 મેટ્રિક ટન, ઝારખંડ 200 મેટ્રિક ટન access_time 9:34 am IST

  • આંધ્રપ્રદેશના રાજ્ય સભાના સભ્યશ્રી પરિમલભાઇ નથવાણી અદભૂત શિલ્પ સાથે નજરે પડે છે. access_time 3:35 pm IST

  • નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માગણી સાથે છેલ્લા ઘણા મહિનાથી ગાઝિયાબાદની યુપી ગેટ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓનું જોમ ઘટી રહેલ જોવા મળી રહ્યું છે. કોરોના રોગચાળાની બીજી લહેરનો ભય ત્યાં પણ દેખાય રહ્યો છે. ધારણામાં ખેડુતોની સંખ્યા પણ ખૂબ ઓછી દેખાય રહી છે. દરમિયાન, ગાઝિયાબાદ પોલીસની સાથે દિલ્હી પોલીસ NH -9 નો એક ભાગ ખોલી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, કોરોના દર્દીઓ લઇને ચાલી રહેલી એમ્બ્યુલન્સ સેવાઓ ચલાવવામાં કોઈ અવરોધ ન આવે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. access_time 9:36 am IST