Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કચ્છમાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં કોરોના પીક ઉપર : એક દિ'માં ૫ મોત અને સામટા ૯૪ કેસ સાથે ૭૩૧ દર્દીઓ સારવાર હેઠળ

સત્તાવાર યાદીમાં બેડ ખાલી પણ હોસ્પિટલો હાઉસફૂલ હોય લોકોને બેડ મળતા નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૯: કોરોનાના કહેરથી કણસી રહેલા કચ્છમાં દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે.

જોકે, બિનસત્ત્।ાવાર અહેવાલોમાં કોરોના સંદર્ભે દર્શાવાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને મોતનો આંક ઊંચો છે. પણ, હવે સરકારી ચોપડે પણ એ હકીકત ઓછેવત્ત્।ે અંશે દેખાઈ રહી છે કે, કોરોના નું સંક્રમણ ડંખીલું બન્યું છે. કચ્છ જિલ્લામાં કોરોના દરમ્યાન અત્યાર સુધીમાં સરકારી ચોપડે એક જ દિવસમાં સૌથી વધુ ૫ મોત અને સામટા ૯૪ કેસ અને અત્યારે સારવાર હેઠળ ૭૩૧ દર્દીઓ દર્શાવાયા છે.

જે ત્રણેય આંકડાઓ અત્યાર સુધીમાં સૌથી વધુ છે. જોકે, હવે સૌથી વધુ અવઢવ બેડ બાબતે છે. સત્ત્।ાવાર યાદીમાં સરકારી હોસ્પિટલમાં ૮૧૭ અને ખાનગી હોસ્પિટલમાં ૧૦૭ એમ કુલ ૯૨૪ પથારી ઉપલબ્ધ હોવાનું દર્શાવાયું છે. પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે, કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જગ્યા મળતી નથી.

(12:53 pm IST)