Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કાલથી વિંછીયામાં ૬૦ બેડના કોરોના કેર સેન્ટરનો પ્રારંભ

ઓકિસજન, દવા વગેરે ઉપલબ્ધ : ટીમ કુંવરજીભાઇની જહેમત

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૯: હાલ કોરોનાની વિકટ પરિસ્થિતીમાં વિંછીયા તાલુકાના દર્દીઓને તાલુકા મથકે કોઇ કોવિડની સારવાર અંગે સગવડતા ઉભી કરવા ભારત સરકારની કોરોના વાયરસ -કોવિડ-૧૯ અંતર્ગત શંકાસ્પદ/ પોઝીટીવ દર્દીઓની સારવાર કરવા આવતીકાલથી વિંછીયાની કસ્તુબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ૩૦ બેડ ઓકસીજન અને ૩૦ બેડ સારવાર માટેના બેડ મળી કુલ ૬૦ બેડની સગવડતા ધરાવતું ૩ ઓકિસજન સાથેની એમ્બયુલન્સ સાથે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (DCHC) શરૂ કરવામાં આવશે.

આ DCHCખાતે ક ોરોનાના RT PCR ટેસ્ટીંગ કોરોનાની રસી તેમજ તબીબી રીતે માઇલ્ડ -મોડરેટ કેટેરગરી જણાવેલ તેમજ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવશે. જેને તમામ સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ બેઝીક લાઇફ સપોર્ટ સીસ્ટમ -ઓકિસજન પર્યાપ્ત જથ્થો ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે. તેમજ જરૂર જણાતા રેમડેસીવીર ઇન્જેકશન સહિતની સગવડાઓ ઉપલબ્ધ થશે.

આ DCHC ખાતે વિંછીયા સી.એચ.સી ના ડો. રાકેશ બોધ્ધના માર્ગદર્શના હેઠળ તબીબોની ટીમ કાર્યરત રહશે. અને એ ઉપરાંત અન્ય તજજ્ઞો જેમ કે રાજકોટથી ડો.મનીષ બાવળીયા, જસદણથી ડો.કટેરીયા તેમજ વિંછીયા ડોકટર્સ એસોસીએશનના તબીબો માનદ સેવાઓ આપશે.

જસદણ -વિંછીયા તાલુકાના લોકોના સ્વાસ્થ્ય માટે હરહંમેશ ચિંતિત મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તાલુકાની પ્રજાને હાલ કોરોના મહામારી સાથે જીતવા ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (DCHC) વેપારી એસોસિએયન, જન જાગૃતિ સંસ્થાઓ, યુવા ટીમો અને દાતાઓને સહયોગથી શરૂ કરવામાં આવનાર છે.

(12:10 pm IST)